કસાબ અમારો નાગરિક હોઈ શકે -દુર્રાની

નવી દિલ્હી | વાર્તા| Last Modified બુધવાર, 31 ડિસેમ્બર 2008 (11:16 IST)

પાકિસ્તાને આખરે સ્વીકાર કરી લીધો છે કે 26 નવેમ્બરનાં રોજ મુંબઈ હુમલામાં સામેલ થયેલ બધા આતંકવાદીઓ તેના નાગરિક હોઈ શકે છે.

પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહમ્મદ અલી દુર્રાનીએ ટેલીવિઝન ચેનલ સીએનએન આઈબીએનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુંબઈ હુમલા કેસમાં પકડાયેલ અઝમલ આમિર કસાબનાં પત્રની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે દસ આતંકવાદીઓ પૈકી કોણ પાકિસ્તાની છે, તે હાલ કહેવું મુશ્કેલ છે. આ અંગે તપાસ ચાલી રહી છે. દુર્રાનીનું વક્તવ્ય એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાને યુદ્વને લઈને નરમાશ વર્તવાની શરૂઆત કરી દીધી છે.


આ પણ વાંચો :