ક્‍યાં મૂછનો વાળ અને ક્‍યાં પૂંછનો વાળઃ શિવરાજ સિંહનો સલમાન ખુર્શીદ પર કટાક્ષ

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (12:50 IST)
P.R
લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ નેતાઓ એકબીજા પર શાબ્‍દિક પ્રહારો કરી રહ્યા છે. કેન્‍દ્રીય વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીને ‘નપુસંક' કહ્યા. જેના પર ભારે હોબાળો મચી ગયો હતો.

આ મુદ્દે વિફરેલી ભાજપે કહ્યુ કે, કોંગ્રેસી નેતા હારની બીકે શબ્‍દોની પસંદગી કરવામાં ભૂલો કરી રહ્યા છે અને મર્યાદા ભૂલીને ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે સલમાન ખુર્શીદે માફી માંગવાનો ઇન્‍કાર કરી દીધો અને તેના નિવેદન પર સ્‍થિર રહ્યા હતા.
પરંતુ સાંજ થતા થતા આ વખતે ભાજપ તરફથી વાંધાજનક નિવેદન આવ્‍યું અને કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ બનાવવામાં આવ્‍યા. ગઇકાલે એશિયાના સૌથી મોટા સૌર ઉર્જા પ્‍લાન્‍ટનું ઉદ્‌ઘાટન કરતા મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર હુમલો કર્યો અને કહ્યુ કે, તેના અને મોદી વચ્‍ચે કોઇ તુલના થઇ શકે નહીં. શિવરાજે કહ્યુ કે, ક્‍યાં નરેન્‍દ્ર મોદી અને ક્‍યાં રાહુલ ગાંધી? કોઇ જ સરખામણી નથી. અમારે ત્‍યાં કહેવત છે કે ક્‍યાં મૂછનો વાળ અને ક્‍યાં પૂંછનો વાળ. જેમાં કેન્‍દ્રમાં મંત્રી બનવાનું સાહસ નથી, તે વડાપ્રધાન શું બનશે? જ્‍યારે શિવરાજ આ નિવેદન આપી રહ્યા હતા. ત્‍યારે મોદી પણ એ મંચ પર જ હાજર હતા.


આ પણ વાંચો :