ગોરખધામ એક્સપ્રેસની માલગાડી સાથે અથડાતા 12ના મોત અનેક ઘાયલ

train
લખનૌ.| Last Modified સોમવાર, 26 મે 2014 (12:47 IST)


ઉત્તરપ્રદેશના સંત કબીર નગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. ગોરખધામ એક્સપ્રેસની ટક્કર માલગાડી સાથે થઈ જેમા 12 લોકોના મોત થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે.

ગોરખધામ એક્સપ્રેસની માલગાડી સાથે થયેલ ટક્કર પછે 4 જનરલ બોગી એક સ્લીપર, એંજિન અને એક એસી કોચ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. આ ટ્રેન દિલ્હીથી ગોરખપુર જઈ રહી હતી. રાહત અને બચાવ કાર્ય માટે ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.


આ પણ વાંચો :