ચૂંટણીમાં યુવા વર્ગ મોદી-ભાજપ પર વરસી પડ્યો

voting
Last Modified સોમવાર, 19 મે 2014 (14:40 IST)

૧૬મી લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મતદાર કરનારા ર.૩૧ કરોડ યુવા મતદારો ઉપર તમામ રાજકીય પક્ષોની ખાસ નજર હતી. આ પક્ષોએ નવા મતદારોને પોતાની તરફ ખેંચવા માટે સોશ્‍યલ મીડીયાનો ભરપુર ઉપયોગ કર્યો હતો. જો કે ભાજપ આમા સૌથી વધુ સફળ રહ્યુ. ભાજપને આ ચૂંટણીમાં ૩૯ ટકા અને કોંગ્રેસને ૧૯ ટકા યુવાનોએ સમર્થન આપ્‍યુ.


ભાજપના ઉપાધ્‍યક્ષ મુખ્‍તાર અબ્‍બાસ નકવીના જણાવ્‍યા પ્રમાણે લોકસભાની લગભગ ૩૦ ટકા બેઠક સોશ્‍યલ મીડીયાથી પ્રભાવિત થવાના રિપોર્ટને ભાજપે ગંભીરતાથી લીધો. પક્ષે આ બેઠકો પર યુવાનોને જોડવા માટે પરંપરાગત ચૂંટણી પ્રચારને બદલે સોશ્‍યલ મીડીયા એટલે કે ઇન્‍ટરનેટ, ફેસબુક, ટવીટર વગેરેનો ભરપુર ઉપયોગ કર્યો. આ માટે ૬૦ યુવાનોની એક ટીમ બનાવવામાં આવી હતી. તેઓનુ કામ સકારાત્‍મકતાના સંદેશ સાથે મતદારોને જોડવાનું હતુ.


દેશમાં ૮૧.૪પ કરોડ મતદારોમાંથી ૧૮ થી ૧૯ વર્ષની વય વચ્‍ચેના ર.૩૧ કરોડ મતદારો હતા. યુપીમાં ૩૮.૧ લાખ, પ.બંગાળમાં ર૦.૮ લાખ, ઝારખંડમાં ૯.૩ લાખ મતદારો હતા. કુલ યુવા મતદારોમાંથી ૩૯ ટકા યુવાનોએ ભાજપને મત આપ્‍યા.


આ પણ વાંચો :