ત્રણ દિવસનો ખાવાપીવાનો સામાન ખરીદો હતો.

વેબ દુનિયા|

મુંબઈ પર ત્રાટકેલા ત્રાસવાદીઓએ સતત 48 કલાક સુધી લડવા માટે ચીકન અને વિદેશી દારૂનો જંગી જથ્થો એકઠો કરી રાખ્યો હોવાની વિગતો બહાર આવી છે.

મુંબઈમાં આતંક મચાવનાર આતંકીઓ ગુજરાતમાંથી ઘૂસ્યા હોવાની આઈબીની મજબૂત આશંકાને પગલે અમદાવાદ શહેર પોલીસે સ્થાનિક અને દારૂના મોટા વેપારીઓને બાતમીદાર બનાવ્યા છે. અમદાવાદ પોલીસે એવી ચેતવણી આપી છે કે પાંચી પણ વધારે બોટલ કોઈ લઈ જાય તો પણ પોલીસને જાણ કરવી.
કોલાબા માર્કેટના એક અનાજના વેપારીએ એવી માહિતી આપી હતી, કે કેટલાંક અજાણ્યા લગતા યુવાનોએ બુધવારે સાંજે કાજુ, બદામ, ચિકન,અને શરાબનો ત્રણ દિવસ સુધી ચાલે તેટલો જથ્થો ખરીદ્યો હતો. આતંકવાદીઓએ 25 હજારનો સામાન ખરીદ્યો હતો.

આ ખરીદીની બાતમીના આધારે પોલીસે બુટલેગરો તરફ નીશાન સાધી લીધુ છે.


આ પણ વાંચો :