દેશની નવી સરકાર માટે શુભ સંકેત

દેશની નવી સરકાર માટે શુભ સંકેત

modi
Last Modified મંગળવાર, 20 મે 2014 (13:35 IST)
લોક્સભાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ શાનદાર જીત ક્રેડીટ રેંકીંગ મામલે શુભ સંકેત લઈને આવી છે. દેશમાં 30 વર્ષ બાદ કોઈ એક પક્ષની સ્થિર સરકાર રચાવાના સંકેતોએ દેશની આર્થિક સમસ્યા હલ થવાનાં સંકેત આપ્યા છે. કારણ કે ગ્લોબલ રેંટિગ્સ સંસ્થા મુડીજે જાહેર
કરેલ એક નિવેદનમાં ભારતનું ક્રેડીટ રેંકીગ સુધારવાના સંકેત આપ્યા છે. ગ્લોબલ
રેંટિગ્સ સંસ્થા મુડીજે જાહેર
કરેલ રિપોર્ટમાં ભારતને "સ્થિર આઉટલુક"ની સાથે "બીએએ3" રેંટીંગ આપ્યું છે. જે લઘુત્તમ નિવેશ ગ્રેડ રેંટિંગ છે.

મુડીજના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ ક્રેડિટ અધિકારી વિકાસ હલનને તેમનું નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્પોરેટ અને મૂળભૂત ઢાંચા
સંબંધી નિધીગત નિર્ણયમાં ઝડપ આવશે ભારતમાં અત્યારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અટવાયેલા છે. નવી સરકારની રચના બાદ તેનો નિકાલ આવશે.

જે દેશમાં કાર્પોરેટ સેકટરની ક્રેડીટ રેંકીંગ માટે લાભદાઈ રહેશે. મુડીજે વધુમાં ઉમેર્યુ હતુઅ કે સાર્વજનિક બેંકો માટે સકારાત્મક પરિવર્તન આવવાની શરૂઆત 2015થી થશે અને રોકાણકારો પર ચૂંટણીના પરિણામોની અસર તત્કાલીક ઘોરણે જોવા મળશે જેના લીધે શેરબજારમાં તેજી આવશે અને રૂપિયાની પણ સ્થિતી વધુ મજબૂત બનશે.


ભજપની જીતના પગલે સેંસેક્સમાં છેલ્લા એક સ્પતાહમાં 18 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે સારા તાલમેલના કારણે મોટા પ્રોજેકટો માટે જમીન સંપાદન
કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ સાથે મુડી જેઆશા વ્યક્ત કરી છે કે નવી સરકાર ગેસની કિમતોમાં વધારો કરશે. જેથી તેલ અને ગેસ કંપનીઓને ફાયદો થશે.આ પણ વાંચો :