નરેન્દ્ર મોદીની શસ્ત્ર પૂજા

ગાંધીનગર | ભાષા| Last Modified સોમવાર, 28 સપ્ટેમ્બર 2009 (18:43 IST)

વિજયાદશમીના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્રોની પૂજા કરી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમી પ્રસંગે પોતાની સુરક્ષામાં તૈનાત તમામ કમાંડોજના હથિયારોની પૂજા કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર સ્ટેજ શસ્ત્રોથી સજાવામાં આવ્યું હતું જેમાં પારંપરિક તલવારો, તીર-કામઠા, ગદાથી લઈને અત્યાધુનિક એમપી-7 ગન, ગ્લોક પિસ્તોલ અને એકે સીરીજની રાઈફલો પણ હાજર હતી.

પુજારીના મંત્રોચ્ચરણ વચ્ચે મોદીએ પૂરી તન્મયતાથી આ હથિયારોની આરતી ઉતારી અને પૂજાનો સિલસિલો પૂર્ણ થયા બાદ મોદીએ ભારતીય સંસ્કૃતિમાં શસ્ર અને શાસ્ત્રના સંબંધો પણ સમજાવ્યાં. આ પ્રસંગે તે રામસેતુના મુદ્દા પર જોરદાર બોલ્યાં.

અત્રે જણાવાનું કે, મોદીને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. એવામાં અસંખ્ય જવાનો તેમની સુરક્ષામાં દરેક વખતે તૈનાત રહે છે. વિજયાદશમીના દિવસે આ જવાનોના હથિયારોની પૂજાનો સિલસિલો મોદીએ અમુક વર્ષો પહેલા શરૂ કર્યો છે.


આ પણ વાંચો :