મહાત્મા ગાંધીના પૌત્ર કાંતિલાલની પત્ની સરસ્વતીનું ગઈ કાલે એક ખાનગી હોસ્પીટલમાં મૃત્યું થઈ ગયું હતું. હોસ્પીટલના સુત્રોએ જણાવ્યું કે તેઓ 84 વર્ષનાં હતાં. તેઓ ઘણાં સમયથી બિમાર હતાં. તેમના બે પુત્ર શાંતિકુમાર ગાંધી અને પ્રદીપ ગાંધી છે. મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલ ગાંધીના પુત્ર કાંતિલાલનું 1983માં જ નિધન થઈ ગયું હતું.