મોદીનું મંત્રીમંડળ લગભગ તૈયાર

modi
Last Modified રવિવાર, 25 મે 2014 (08:36 IST)
મોદીનું નામ આખા દેશમાં ગૂંજી રહ્યુ છે. હવે એક દિવસ બાકીએ છે ભાજપા અને મોદી સમર્થકોના સપના પૂરા થવા જઈ રહ્યાઅ છે. મોદીના નેતૃત્વમાં રાજગ ગઠબંધન સત્તા સાચવવા જઈ રહ્યુ છે
કહેવાય છે કે ઘણી માથાકૂટ પછી મોદી મંત્રીમંડળની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. મોદી આજે રાષ્ટ્રપતિને મંત્રીયોની યાદી સોંપી શકે છે.

સરકારની રચના માટે થઈ રહેલ કોશિશો વચ્ચે સંકેત મળી રહ્યા છે કે નરેન્દ્ર મોદી 26 મે ના રોજ નાની કેબિનેટ સાથે શપથ લેશે. સૂત્રો મુજબ કેબિનેટમાં રાજનાથ સિંહ, અરુણ જેટલી, નિતિન ગડકરી સુષમા સ્વરાજ અરુણ શૌરી રવિ શંકર પ્રસાદ રાજીવ પ્રતાપ રેડ્ડી અરુણ શૌરી અને અનંતકુમારને સ્થાન મળવાની શક્યતા છે. આ સાથે જ રાજગના ઘટક દળો તેદેપા અકાલી દળ અને લોજપાના નેતાઓને પણ મંત્રી બનાવવાની શક્યતા છે.

એવુ કહેવાય છે કે મોદીએ પોતાના વિશ્વાસુઓને કોઈનું નામ જણાવ્યાઅ વગર બતાવી દીધુ છે કે હાલ કેબિનેટ નાનુ જ રહેશે.
જરૂર પડશે તો થોડા મહિના પછી આનુ વિસ્તરણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોદી મંત્રાલયોની પુન: રચના કરી શકે છે જેના હેઠ્ળ કેટલાક મંત્રાલયોનો વિલય પણ થઈ શકે છે. જેમા નાણા મંત્રાલય વાણિજ્ય અને શિક્ષા સાથે સંબંધિત મંત્રાલયો હોઈ શકે છે. જોશી સ્પીકરની દોડમાં છે.

લાલકૃષ્ણ અડવાની માર્ગદર્શકની ભૂમિકામાં હોઈ શકે છે. મુરલી મનોહર જોશી સરકારમાં તો નહી હોય પણ લોકસભા અધ્યક્ષની દોડમાં તેમનુ નામ છે.આ પણ વાંચો :