રાજકીય પક્ષો આમને સામને !

W.D

મોટા રાજકીય પક્ષોએ ચૂંટણી કમિશ્નર નવીન ચાવલાને દૂર કરવા માટેની ભલામણ કરવા બદલ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીના અધિકાર ક્ષેત્ર સામે પ્રશ્નો ઊઠાવ્યા છે પરંતુ ભાજપે આ હિલચાલને ટેકો આપ્યો છે અને ભલામણના આધારે કઠોર પગલાં લેવા અપીલ કરી છે.

કાગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીએ જણાવ્યું છે કે સીઇસીની ભલામણો કેટલાક પ્રશ્નો ઊઠાવે છે. જેમાં સાથી ઊપર આવી સત્તાઓનો ઊપયોગ કરવા સીઇસીને આપવામાં આવેલી સત્તાની બાબતનો પણ સમાવેશ થાય છે. સંઘવીએ કહ્યું હતું કે આવા વિવાદથી દેશની સૌથી સર્વોચ્ચ બંધારણીય સંસ્થા પૈકીની એકની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.

બીજી બાજુ સીપીઆઇના રાષ્ટ્રીય સચિવ ડી.રાજાએ જણાવ્યું છે કે આ પગલાં પાછળ રાજકીય દ્વેષભાવના દેખાઇ રહી છે. આવી ભલામણો રાજકીય પ્રેરિત હોવાનું બહાર આવી રહ્યું છે. નિમણૂંક અને હકાલપટ્ટીના મામલામાં ચકાસણીનો સમય આવી ગયો છે. સંસદ દ્વારા ચૂંટણી પંચની કામગીરી, તેની સત્તા, તેની નિમણૂંકમાં ચકાસણીની જરૂર છે.

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શનિવાર, 31 જાન્યુઆરી 2009 (21:01 IST)
બીજી બાજુ ભાજપે જણાવ્યું છે કે ચાવલાની હકાલપટ્ટી માટેની ભલામણ બિલકુલ વાજબી છે. તેમની સામે કઠોર પગલાં લેવામાં આવે તે જરૂરી છે. ચૂંટણી સમિતિની વિશ્વસનિયતા દાવ ઊપર હતી. ભાજપના નેતા રાજીવપ્રતાપ રુડીએ જણાવ્યું છે કે ચાવલા કાગ્રેસ સાથે નજીકના સંબંધ ધરાવતા હતા અને પક્ષપાતી રીતે કામ કરી રહ્યા હતા.


આ પણ વાંચો :