રાજનાથ સિંહે મુસલમાનો પાસે માફી માંગતા કહ્યુ, 'સબકો દેખા બાર બાર, બીજેપી કો દેખો એક બાર'

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 25 ફેબ્રુઆરી 2014 (17:14 IST)

P.R
સિંહે પૂર્વમાં થયેલ ભૂલો માટે મુસ્લિમો પાસે માફી માંગી છે. મુસ્લિમોને બીજેપીની સાથે જોડવાનો પ્રયત્નમાં બીજેપી તરફથી પહેલીવાર આ વખતે સાર્વજનિક નિવેદન આવ્યુ છે. રાજનાથે આ નિવેદન મંગળવારે મુસ્લિમ નેતાઓ સાથે થયેલ બીજેપીની બેઠકમાં આપ્યુ બેઠકમાં પાર્ટીના નેતા અરુણ જેટલી, પણ હાજર હતા.

બેઠકને સંબોધિત કરતા રાજનાથે કહ્યુ કે બીજેપી એવી નથી જેવી લોકો તેને બતાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે મુસ્લિમ સમાજે બીજેપી પર એકવાર વિશ્વાસ કરીને જોવો જોઈએ. તેમણે સ્લોગન આપ્યુ 'સબકો દેખા બાર બાર, બીજેપી કો દેખો એક બાર'

આ સંબોધન દરમિયાન રાજનાથે મુસ્લિમો પ્રત્યે પહેલા થયેલ ભૂલોની માફી માંગતા કહ્યુ, 'દિલ પર હાથ મુકીને પોતે જે પણ વાતો અમે તમારી સામે મુકે, જે પણ મનમાં પ્રશ્ન ઉભો થાય.. તમે ગમે ત્યારે પૂછી લેજો.. જ્યા ગડબડ થઈ.. અમારા તરફથી જો કોઈ ભૂલચૂક થઈ હશે તો અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે માથુ ઝુકાવીને તમારી પાસેથી માફી માંગી લઈશુ.'


આ પણ વાંચો :