મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

વર્ઘા આશ્રમમાંથી બાપૂના ચશ્મા ગાયબ

N.D
વર્ઘાના સેવાગ્રામ આશ્રમમાંથી મહાત્મા ગાંધીના ચશ્મા 'ગાયબ' થઈ ગયા છે.

અધિકારીઓએ સોમવારે કહ્યુ કે ચશ્માના નંબરથી કશુ જાણ નથી થઈ રહી. આશ્રમના અધ્યક્ષ એમએમ ગડકરીએ કહ્યુ કે કર્મચારીઓને ચશ્મા વિશે કંઈ પણ ન બોલવા માટે જણાવ્યુ છે.

ગડકરીએ કહ્યુ, 'અમે ઝૂંપડીમાં મકવામાં આવેલ એ બધી સામગ્રીની એક યાદી બનાવી છે, જેનો ગાંધીજી ઉપયોગ કરતા હતા. આ યાદીમાં ગાંધીજીના ચશ્માનો સમાવેશ નથી. જે લોકો ઝૂંપડીની સફાએ કરે છે, તેમણે અનુભવ કર્યો કે ગાંધીજીના ચશ્મા અંગે કોઈ જાણ નથી થઈ શકી.'

વર્ધાના પોલીસ અધીક્ષક એમજી નાલેએ કહ્યુ, 'આશ્રમ તરફથી અત્યાર સુધી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી નથી. અમે ચોરી કે પછી ચશ્માના ગાયબ થવા વિશે કોઈ ફરિયાદ મળી નથી.'

ચશ્મા ગાયબ થયા છે તો પોલીસમાં તેની ફરિયાદ કેમ કરવામાં ન આવી. આ સંબંધમાં પૂછતા ગડકરીએ કહ્યુ કે ટ્રસ્ટના અધિકારી ટૂંક સમયમાં જ આના પર બેઠક કરશે, જેમા આગળ શુ પગલાં લેવાના છે તે વિશે ચર્ચા કરવામાં આવે છે.

મહાત્મા ગાંધી 1936માં વર્ધા આવ્યા હતા. તેમણે નાગપુરથી 75 કિલોમીટર દૂર સ્થિત આ સ્થાન પર એક આશ્રમ બનાવ્યો, જે તેમની કર્મભૂમિના રૂપમાં જાણીતી થઈ. આ સ્થાન પર દર વર્ષે ત્રણ લાખ લોકો આવે છે.