શાહરૂખ-આમિર ખાય છે ભારતનું અને ગાય છે પાકિસ્તાનનુ - સાધ્વી પ્રાચી
સાધ્વી પ્રાચીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે કોંગ્રેસ મુક્ત ભારત તો બનાવી ચુક્યા હવે મુસલમાન મુક્ત ભારત બનવુ જોઈએ. તેમણે શાહરૂખ ખાન અને આમિર ખાન પર હુમલો બોલતા કહ્યુ કે બે ફિલ્મ ફ્લોપમાં ઉંદરો જ દંગલ કરતા જોવા મળશે. આ ખાય છે હિન્દુસ્તાનનુ અને ગાય છે પાકિસ્તાનનુ.
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપાના ચેહરા વિશે પૂછતા તેમણે કહ્યુ જો ભાજપા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીનો ચેહરો બનાવે છે તો ભાજપાને 300 સીટ મળશે અને ઉત્તર પ્રદેશ અત્યાચારથી મુક્ત થશે. આ મુસ્લિમ મુક્ત ઉત્તર પ્રદેશ રહેશે અને સાથે જ ઉત્તમ પ્રદેશ બની જશે.