શ્રમ બળમાં ભારત સૌથી આગળ

નવી દિલ્લી.| ભાષા| Last Modified ગુરુવાર, 29 જુલાઈ 2010 (12:21 IST)

આવનારા દસકામાં દુનિયાના શ્રમ બળમાં એક મોટો ભાગ ભારતીયોનો રહેશે. 2010 સુધી યુવા વૈશ્વિક શ્રમ બળમાં વધુ 11 કરોડ કર્મચારીઓનુ યોગદાન રહેશે.

ગોલ્ડમેન સોક્સના એક અભ્યસમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યુ છે. તેના મુજબ આવતા દસ વર્ષમાં ચીનના શ્રમ બળમાં 1.5 કરોડ કર્મચારીઓનો વધારો થશે, જ્યારે કે જાપાનના શ્રમ બળ 30 લાખ ઘટશે. બ્રાઝીલ અને અમેરિકામાં શ્રમબળમાં વધારાની સંખ્યા ચીનને તુલનામાં ઓછી રહેશે.

અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ભારત શ્રમ બળ એવા સમયે વધી રહ્યો છે, જ્યારે કે ઘણા અન્ય દેશ ઘટતી જનસંખ્યા અને શ્રમબળમાં કમી આવી રહી છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના શ્રમબળમાં મુખ્ય રીતે 30 થી 40 વર્ષની વયના લોકો હશે, શહેરીકરણ વધશે અને કામકાજી સ્ત્રીઓની સંખ્યા પણ.

અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે આવતા કેટલાક દશકમાં વૈશ્વિક શ્રમ બળમાં સૌથી મોટુ વૃધ્ધિકારક યોગદાન ભારતનુ રહેશે. અમારા અનુમાન મુજબ શ્રમ બળ આ દસકામાં 11 કરોડ સુધી વધી શકે છે.


આ પણ વાંચો :