1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 12 જુલાઈ 2016 (17:19 IST)

હાઈ લેવલ મીટિંગ પછી મોદી બોલ્યા - બુરહાનને આતંકવાદી જ રહેવા દો, નેતા ન બનાવશો

હિજબુલ કમાંડર બુરહાન વાનીના માર્યા ગયા પછી કાશ્મીરમાં સ્થિતિ તનાવપૂર્ણ છે. સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.  પ્રધાનમંત્રી રહેઠાણ 7 આરસીઆર પર થયેલી બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી મનોહર પાર્રિકર, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને નાણાકીય મંત્રી અરૂણ જેટલીની સાથે જ એનએસએ અજીત ડોભાગ આર્મી આઈબી અને રૉ ના મોટા ઓફિસરો હાજર રહ્યા. 
 
બેઠક પછી ભાજપા નેતા જીતેન્દ્ર સિંહે મીડિયાને જણાવ્યુ કે કેન્દ્ર જમ્મુ સરકારની દરેક શક્ય કોશિશ કરશે. પીએમે કાશ્મીર ઘાટીમાં લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે અમરનાથ યાત્રા ફરી શરૂ થવા માટે લોકોને સંતોષ રાખવા કહ્યુ છે.  મંત્રીએ કહ્યુ કે કેન્દ્ર ઈચ્છે છે કે સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે એ ધ્યાન આપવુ પણ જરૂરી છે.  ઉલ્લેખનીય છે કે કાશ્મીરની પરિસ્થિતિ બગડતા ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનો અમેરિકી પ્રવાસ પણ રદ્દ કર્યો છે.  પીએમ મોદી પોતાની 4 દક્ષિણી દેશોના પ્રવાસથી પરત ફરતા જ કાશ્મીર હિંસા પર હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. 
 
અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને ચર્ચા - સૂત્રો મુજબ બેઠકમાં બે દિવસથી રોકાયેલી અમરનાથ  ફરી શરૂ થવા પર પણ ચર્ચા થઈ.  અમરનાથ યાત્રાની સુરક્ષા સાથે જ ઘાટીમાં ગોઠવાયેલા સુરક્ષા વ્યવસ્થા પર પણ ચર્ચા થઈ.  ગૃહ મંત્રીએ સીમા પારથી ઘુસપૈઠને લઈને દરેક શક્ય સતર્કતા રાખવા માટે કહ્યુ.  આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓનો સામનો કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો.  આ હાઈ લેવલ મીટિંગમાં સોશિયલ મીડિયા મૉનિટરિંગને લઈને ચર્ચા થઈ.  એવુ કહેવાય છે કે પત્થર ફેંકવા માટે સ્થાનીક લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાવાયા.