સહારનપુરમાં ગુર્જરોએ શતાબ્દી એક્સપ્રેસ રોકી

સહારનપુર | ભાષા| Last Modified શુક્રવાર, 30 મે 2008 (16:20 IST)

સહારનપુર. ઉત્તરપ્રદેશના સાહરનપુર જિલ્લામાં ગુર્જર આંદોલનની અસર સાફ જોવા મળી રહી છે. આજે જિલ્લાના આંદોલનકારીઓએ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને રોકીને પાટા ઉપરથી ટ્રેનોની અવર-જવર રોકી દીધી હતી.

રેલ્વેના સુપ્રિટેન્ડન્ટ કપિલ શર્માએ જણાવ્યુ હતુ કે, નાગલ પાસે રેલરોકો આંદોલન અંતર્ગત ગુર્જરોએ સહારનપુરના રેલ્વે સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસ રોકી હતી. જેને કારણે મુસાફરો અટવાઈ પડ્યા હતા. ગુર્જરોના આ કૃત્યથી રેલ વ્યવહાર બંધ થઈ ગયો હતો. કલાકો સુધી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો :