મધ્યપ્રદેશ, મિઝોરમમાં ચુંટણીની તારીખ બદલાઈ

મ.પ્ર.માં 25 થી 27 નવેમ્બર, મિઝોરમમાં 2 ડિસેમ્બર

નવી દિલ્હી | વાર્તા| Last Modified બુધવાર, 29 ઑક્ટોબર 2008 (22:57 IST)

ચુંટણી પંચે સુરક્ષા બળોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને અને મિઝોરમમાં મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેમાં મધ્યપ્રદેશમાં 25 થી 27 નવેમ્બર તથા મિઝોરમમાં 29 નવેમ્બરનાં સ્થાને 2 ડિસેમ્બર કરવામાં આવી છે.

પંચનાં જણાવ્યા મુજબ સુરક્ષા દળોને ગોઠવવાનાં મુદ્દે પુનઃસમીક્ષા કરવામાં આવી હતી. જેમાં છત્તીસગઢમાં 20 નવેમ્બરે ચુંટણી છે. ત્યારબાદ સુરક્ષા દળોને મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હતાં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચુંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મિઝોરમમાં પણ મતદાનની તારીખ 29 નવેમ્બરની જગ્યાએ 2 ડિસેમ્બર રાખવામાં આવી છે. કારણ કે 29 નવેમ્બરને શનિવાર છે. તે દિવસ કેટલાંક લોકો માટે ખાસ છે. તેથી તારીખ બદલવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશ અને મિઝોરમની મતગણતરી 8 ડિસેમ્બરનાં રોજ કરવામાં આવશે.


આ પણ વાંચો :