તિહાડ જેલમાં માદક પદાર્થનુ રેકેટ

નવી દિલ્લી| વાર્તા|

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની અતિ સુરક્ષાવાળી તિહાડ જેલમાંથી માદક પદાર્થના રેકેટનું સંચાલન કરવાના આરોપમાં એક વિદેશી મહિલા સાથે બે મહિલાઓની ધરપકડ કરી ચાર કિલોગ્રામ હેરોઈન પકડવાનો દાવો કરવામાં આવ્યો છે.

નારકોટિક્ટસ કંટ્રોલ બ્યૂરોએ આ દાવો કર્યો કે તેમને રાજધાનીના ઉત્તમ નગર વિસ્તારમાં એક નાઈજીરિયાઈ મહિલા અને એક બીજી મહિલાની ધરપકડ કરી તિહાડ જેલમાં ચલાવવામાં આવી રહેલા રેકેટનો ખુલાસો કર્યો છે.

બ્યૂરોના મુજબ એક મહિલા અંજૂ તિવારીના પતિ કૃષ્ણ કુમાર તિવારી અપહરણ અને ફિરૌતી વસૂલીના આરોપમં જેલમાં બંધ છે અને ત આ રેકેટનુ સંચાલન કરનારો મુખ્ય આરોપી છે. તે જેલમાં બંધ કેટલાક નાઈજીરિયાઈ માદક પદાર્થ તસ્કરોની સાથે મળીને તેનુ સંચાલન કરે છે.
આ બંને મહિલાઓની તે સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ ચારો કિલોગ્રામ હેરોઈનના જથ્થાની લેવડ દેવડ કરી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આની કિમંત ચાર કરોડ રૂપિયા છે. તેને પકડવાથી 30 હજાર ડોલર પણ મળ્યા.

બ્યૂરોના મુજબ અંજૂ અને નાઈજીરિયાઈ મહિલા પ્રત્યેક સોમવાર અને ગુરૂવારે તિહાડ જેલમાં જતી હતી, જ્યાં તેઓ કૃષ્ણ કુમાર તિવારી અને જેલમાં બંધ તેના નાઈજીરિયાઈ સહયોગીઓ સાથે તસ્કરીના વિશે માહિતી મેળવે છે. આ રેકેટનુ ગઠન તાજેતરમાં જ કૃષ્ણ કુમાર તિવારીના જેલમાં બંધ નાઈજીરિયાઈ તસ્કરો સાથે મળ્યા પછી કરવામાં આવ્યુ.


આ પણ વાંચો :