મોદી વિરોધીને 6 વર્ષની સજા, સંઘનો અડવાણી પર પલટવાર

વેબ દુનિયા| Last Modified શનિવાર, 17 ઑગસ્ટ 2013 (16:24 IST)

P.R
15 ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ભાષણની ચીરફાડ કરી તો વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ એવુ કહીને મોદીની દેશભરમાં મજાક ઉડાવી દીધી કે આજનો દિવસ રાજકારણ માટે નથી. આઝાદી દિવસ પ્રધાનમંત્રીનો હોય છે અને આ દિવસે આલોચના કરવી યોગ્ય નથી. આવુ પહેલીવાર નથી બન્યુ, જ્યારે અડવાણી કે તેમના સમર્થકોએ મોદી વિરુદ્ધ સાર્વજનિક રૂપે મોઢુ ખોલ્યુ હોય. મોદી વિરોધની આ બીમારી ઝડપથી ફેલતી જોઈને સંઘ માથુ મારી રહ્યુ છે બીજી બાજુ સંઘના નેતા સુરેશ સોનીએ ઉત્તર પ્રદેશમાં બીજેપી બેઠક દરમિયાન એવુ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે મોદી વિરુદ્ધ નિવેદન આપનારને પાર્ટીએ 6 વર્ષ માટે સસપેંડ કરી દેવો જોઈએ. એવુ કહેવાય છે કે સંઘ પ્રચારક સોનીને અડવાણી વિરોધી માનવામાં આવે છે.

અડવાણી બોલતા હતા આજે ભાઈચારાનો દિવસ

અડવાણીએ કહ્યુ છે કે આજનો દિવસ કોઈને આલોચના માટે ન હોવો જોઈએ. આજે ભાઈચારાનો દિવસ છે. અને તેથી આજે કોઈની ખિંચાઈ ન કરીને કામ કરવુ જોઈએ. જુદા જુદા રાજ્ય છે, જુદા જુદા પક્ષ છે પણ આજના દિવસે એકબીજાની આલોચના કર્યા વગર સૌએ ઓળખવુ જોઈએ કે ભારતમાં ભવિષ્યની અસીમ શક્યતાઓ છે. બીજેપી અડવાણીના આ નિવેદન અને તેનો મતલબ સમજી શકે એ પહેલા મોદીને બીજો ઝટકો શિવસેનાએ આપી દીધો. શિવસેનાએ પણ અડવાણીની તર્જ પર મોદીને બે ટૂક કહી દીધુ કે તેઓ સંયમ રાખે. શિવસેનાનો મોદી પર આ કટાક્ષ પહેલીવાર નથી. ઉદ્ધવ ઠાકરે કદાચ એ સ્પષ્ટ કરવા માંગે છે કે મોદી અને પાર્ટીમાં તેમના સમર્થક શિવસેનાના સમર્થનને ઓછુ ન આંકે.


આ પણ વાંચો :