ચીની તબીબોની ટુકડીનું ભારત આગમન

નવી દિલ્લી | ભાષા| Last Modified ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 (11:34 IST)

ચીનના તબીબોની એક ટુકડી ભારતીય ચિકિત્સક દ્રારકાનાથ કોટનીસના કોમ્યુનિસ્ટ દેશમાં આવવાની 70 મી વર્ષગાંઠ મનાવવા માટે ભારતમાં લોકોને નિશુલ્ક માર્ગદર્શન આપશે.

ચીનના વિભિન્ન ભાગોમાં 10 તબીબ દિલ્લી, ચંડીગઢ તથા અન્ય સ્થળોએ હોસ્પિટલમાં જશે અને ભારતીય સ્વાસ્થ્ય નીતિની માહિતી આપશે. સાથે જ તે લોકોનું નિશુલ્ક નિદાન કરશે.

ભારતમાં ચીનના રાજદૂત ઝાંગ યાને તબીબોનું મંગળવારે સ્વાગત કરતા કહ્યું ચીની ચિકિત્સા ટુકડીના પ્રવાસથી ભારત ચીન સંબંધોમાં વધુ મજબૂતી આવશે. બન્ને દેશોએ તમામ ક્ષેત્રોમાં એકજૂથ થવું જોઈએ કારણ કે, તે મહાશક્તિના રૂપમાં વિકસી રહ્યાં છે.


આ પણ વાંચો :