ગરીબ લોકોએ આપી 883 કરોડની લાંચ

નવી દિલ્લી| ભાષા|

દેશમાં ભ્રષ્ટાચાર ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. એક નવા સર્વેક્ષણ મુજબ અસમ, બિહાર, જમ્મૂ કાશ્મીર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સ્થિતિ ઘણી જ ખરાબ છે, અહીં ભ્રષ્ટાચાર ઉચ્ચતમ સ્તર પર છે.

આ સર્વેક્ષણ ગરીબી રેખાની નીચે જીવન વીતાવતા લોકોના અનુભવો પર આધારિત છે જેમણે સાર્વજનિક સેવાઓ મેળવવા માટે ગયા વર્ષે લાંચ આપવી પડી.

બિનસરકારી સંગઠનો ટ્રાંસપરેંસી ઈંટરનેશનલ ઈંડિયા અને સેંટર ફાર મીડિયા સ્ટડિઝ દ્વારા કરવામાં આવેલ અધ્યયન ઈંડિયા કરપ્શન સ્ટડી 2007માં જોવા મળ્યુ કે ગરીબી રેખા નીચે જીવન વીતાવતા દેશમાં ત્રીજા ભાગના લોકોએ પોલીસથી લઈને સાર્વજનિક પ્રણાલી સુધી કુલ 11 સેવાઓ મેળવવા અધિકારીઓને લાંચ આપવી પડે છે.
સર્વેક્ષણમાં બધા રાજ્યો અને કેન્દ્રના શાસનવાળા પ્રદેશોના 22,728 બીપીએલ પરિવારોને જોડવામાં આવ્યા. જેમા જોવા મળ્યુ કે ગયા વર્ષે બીપીએલ પરિવારને 883 કરોડ રૂપિયાની રકમ લાંચ રૂપે આપી.


આ પણ વાંચો :