21મી સદી મતલબ ગરીબથી ગરીબ વ્યક્તિનુ સપનું પુરૂ થવુ - રાહુલ ગાંધી

બારા (રાજસ્થાન) | વેબ દુનિયા| Last Modified મંગળવાર, 17 સપ્ટેમ્બર 2013 (17:33 IST)

P.R
કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યુ કે તેમની પાર્ટીએ જે પણ વચન આપ્યા હતા તે બધા પૂરા કરી બતાવ્યા છે. તેઓ રાજસ્થાનના બારામાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. રાહુલે કહ્યુ કે કોઈપણ કલ્યાણકારી યોજનાની શરૂઆતમાં વિપક્ષે હંમેશા રોડાં નાખ્યા. મનરેગા વિશે જ્યારે કોંગ્રેસે તૈયારી શરૂ કરી તો વિપક્ષે કહ્યુ કે પૈસા કયાથી આવશે. સરકારે લાખો લોકોને રોજગાર પુરો આપ્યો છે.

રાહુલે મુખ્ય વિપક્ષીદળ બીજેપી પર નિશાન સાધતા કહ્યુ કે બીજેપી ફક્ત શ્રીમંતોને માટે કામ કરે છે. સામાન્ય માણસ માટે તેમની પાસે કોઈ યોજના નથી. રાહુલ ગાંધીએ પોતાના સંક્ષિપ્ત ભાષણમાં કોંગ્રેસની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે મનરેગા, ખાદ્ય સુરક્ષા કાયદો, ભૂમિક અધિગ્રહણ બીલની ચર્ચા કરી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષે રાજસ્થાન સરકાર દ્વારા વીજળી,પાણી અને સિંચાઈની સાથે સાથે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓની પ્રશંસા કરી. રાહુલે યુવાઓના સપના પૂરા કરવાનો પણ વિશ્વાસ અપાવ્યો. તેમણે કહ્યુ કે 21મી સદી મતલબ છે કે ગરીબથી ગરીબ વ્યક્તિનું સપનુ પુરૂ થાય.


આ પણ વાંચો :