AAPમાં સૌથી મોટી બગાવત - પ્રશાંત ભૂષણે કેજરીવાલને તાનાશાહ બતાવ્યા
આમ આદમી પાર્ટીમાં મચ્યુ ઘમાસાન વધુ ઝડપી થઈ ગયુ છે. શુક્રવારે પાર્ટીમાં સૌથી મોટી બગાવત થઈ. પાર્ટીના સંસ્થાપક સભ્ય પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ સાર્વજનિક રૂપે બગાવત પર ઉતરી આવ્યા. અત્યાર સુધી અને તેમના વિરોધીઓના વચ્ચે સમાધાનનો પ્રયાસ કરી રહેલ પાર્ટી નેતા આનંદ કુમાર પણ બાગી થઈ ગયા છે.
યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે પ્રેસ કોંફ્રેંસ કરીને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ. યોગેન્દ્ર યાદવે કહ્યુ કે અમે હંમેશાથી બીજા પર લાગેલા આરોપોની તપાસ કરવાની માંગ કરતા આવ્યા છે. પણ ખુદ પર લાગેલ આરોપ પર ચર્ચા નથી કરતા. પહેલા ખુદ પર લાગેલા આરોપોની તપાસ થઈ જાય. યોગેન્દ્ર યાદવે કહ્યુ, જે સ્વરાજને અમે દેશમાં લાવવા માંગીએ ક હ્હીએ તે પાર્ટીમાં લાવવુ જરૂરી છે. મે ખૂબ જ મુખ્ય મુદ્દા ઉઠાવ્યા છે. મે કહ્યુ હતુ કે રાજ્ય એકમને અધિકાર આપવામાં આવે. બીજો મામલો ઉઠાવ્યો હતો કે મર્યાદા ઉલ્લંઘન બાબતની આંતરિક લોકપાલ દ્વારા તપાસ કરાવવામાં આવે. પાર્ટી પર લાગેલ આરોપોની તપાસ થાય. મતલબ ઉત્તમ નગરમાં આપ ઉમેદવાર પાસે દારૂ મળવાનો મામલો. વિધિ મંત્રીના બનાવટી ડિગ્રીનો મામલો. સરકાર બનાવવા માટે જોડતોડ કરવાનો આરોપ વગેરે.
પ્રશાંત પણ લગાવ્યા ગંભીર આરોપ
પ્રેસ કોંફરેંસમાં પ્રશાંત ભૂષણ પણ હાજર હતા. તેમને આરોપ લગાવ્યો કે કેજરીવાલ પાસે વારેઘડીએ સમય માંગવા છતા મળ્યો નહી. આ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી રાજીનામુ આપવાનો દબાવ બનાવાયો. પ્રશાંત ભૂષણના મુજબ કેજરીવાલે પોતાના કેટલાક સમર્થક નેતાઓ તરફથી કહેવડાવ્યુ કે તેઓ હવે પ્રશાંત-યોગેન્દ્ર સાથે કામ નથી કરી શકતા. પ્રશાંતના મુજબ કેજરીવાલે ધમકી આપી કે જો બંને નેતા પદ ન છોડે તો તેઓ અલગ થઈને એક રાજ્ય સ્તરની પાર્ટી બનાવી લેશે. પ્રશાંત ભૂષણે કહ્યુ લોકસભા ચૂંટૅણી પછી કેજરીવાલ કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માંગતા હતા. આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. પણ કેજરીવાલે કહ્યુ કે એક સંયોજકના રૂપમાં આ નિર્ણય લેવા માટે તેઓ સ્વતંત્ર છે. પીએસીના નૌમાંથી પાંચ લોકોએ આનો વિરોધ કર્યો. નેશનલ કાઉંસિલે પણ આનો વિરોધ કર્યો. તેમ છતા એલજીને પત્ર લખવામાં આવ્યો કે તેઓ વિધાનસભા ભંગ ન કરે. પત્ર મીડિયામાં લીક થઈ ગયો અને કોંગ્રેસે પણ સમર્થન આપવાની ના પાડી. પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે કેજરીવાલને એવા લોકો પોતાની આસપાસ જોઈએ જે તેમની હા મા હા કરે. પ્રશાંત મુજબ કેજરીવાલે કહ્યુ કે હુ એવા સંગઠનમાં રહ્યો જ નથી જ્યા મારી વાત કોઈ માનવા તૈયાર ન હોય.
મોદી પર વિવાદિત ટિપ્પણી
પ્રશાંતે કહ્યુ, 'મે અરવિંદને કહ્યુ તમારી અંદર અનેક ખુબીયો છે પણ કેટલીક ઉણપો પણ છે. તમે તમારા વિરોધીઓને સહન નથી કરતા. તમે એ વિચારો છો કે મારી નીયત સાફ છે અને હુ જે કરુ છુ તે સાચુ છે. તેથી તમે કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવા માંગતા હતા. મે કહ્યુ ઈદિંરા પણ વિચારતી હશે કે ઈમરજેંસી લાગુ કરવી યોગ્ય હતી કારણ કે તેનાથી દેશ બચી ગયો અને મોદી પણ એ જ વિચારતા હશે કે તેમણે દેશ બચાવવા માટે મુસલમાનોને સબક શીખવાડ્યો. પણ નીયત સાથે માઘ્યમ પણ યોગ્ય હોવુ જોઈએ.