મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2015 (16:55 IST)

ગજેન્દ્ર સિંહની પુત્રી સાથે વાતચીતમાં રડી પડ્યા આશુતોષ, બોલ્યા હુ તમારો ગુનેગાર છુ

આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ આત્મહત્યા કરનારા ખેડૂત ગજેન્દ્ર સિંહની પુત્રીની વાત સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ એક ટીવી ચેનલ પર ચર્ચામાં જોડાયા હતા. ગજેન્દ્ર સિંહની પુત્રી મેઘા પણ આ ચર્ચાનો ભાગ હતી. 
 
ચર્ચા દરમિયાન આશુતોષને જ્યારે એક સવાલ પૂછવામાં આવ્યો તો તેણે મેઘાને કહ્યુ કે જો તમે માનો છો કે હુ તમારા પિતાનો હત્યારો છુ તો તમે મને જે સજા આપશો તે મને સ્વીકાર રહેશે.  તમે કહો તો હુ તમારી પાસે આવી જઉ. આટલુ કહીને આશુતોષ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમણે કહ્યુ કે હવે આ મુદ્દે રાજનીતિ બંધ થવી જોઈએ. 
 
આશુતોષના આવુ કહેતા મેઘાએ કહ્યુ કે તે કોઈને દોષ આપવા નથી માંગતી. તેણે કહ્યુ કે મારા પિતા તો આ દુનિયામાંથી જઈ ચુક્યા છે. તેઓ હવે પાછા નહી આવે તો હુ કોઈને પણ જવાબદાર ઠેરવીને શુ કરીશ. આશુતોષે કહ્યુ કે મેઘા તુ મારી પુત્રી છે. હું તારો ગુનેગાર છુ. હુ તેમને બચાવી ન શક્યો.  જેના પર મેઘાએ કહ્યુ કે હુ કહેવા માંગુ છુ કે આ મુદ્દે બધી પાર્ટીઓ રાજનીતિ ન કરે. 
 
આશુતોષે રડતા રડતા કહ્યુ કે રાજનીતિથી કશુ મળવાનુ નથી. તમે લોકો રાજનીતિ બદલો. તેમણે ભાજપા પર આરોપ લગાવતા કહ્યુ કે તે મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ પર દોષ મઢી રહ્યા છે. તે લોકો તેની મોત પર રાજનીતિ કરી રહ્યા છે. અમે લોકો આ પ્રકારની ગંદી રાજનીતિ કરવા નથી આવ્યા. 
 
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે બુધવારે આમ આદમી પાર્ટીની રેલીમાં રાજસ્થાનના દૌસાના એક ખેડૂતે રેલી દરમિયાન જ એક ઝાડ પર ચઢીને  પોતાના અંગૂછાથી ફાંસી લટકાવીને આત્મહત્યા કરી લીધી.