સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , બુધવાર, 26 ઑક્ટોબર 2016 (11:00 IST)

અખિલેશની આ નવી શરતે SPની મુસીબત વધારી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની રામ ગોપાલને લીધા વગર શિવપાલ સહિત ચારેય બરતરફ મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ કરવાનો સ્પષ્ટ કરવાનો ઈંકાર કરી દીધો. જેનાથી સ્થાપનાકાળ પછી સૌથી મોટી સમસ્યા સામે લડી રહેલી સમાજવાદી પાર્ટી(સપા)નું સંકટ અને વધી ગયુ. 
 
પરિવાર એક હતો એક છે અને એક જ રહેશે 
 
સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પાર્ટી ઓફિસમાં તાલ ઠોકીને કહ્યુ હતુ મારા પરિવાર એક હતો એક છે અને એક જ રહેશે. પાર્ટી એકજૂટ છે કોઈ ઝગડો નથી. આ નિવેદન પછી લાગતુ હતુ કે પરિવારનો ઝગડો થમી ગયો છે.  પણ સાંજ થતા થતા મુખ્યમંત્રીની નવી શરતથી યાદવના નિવેદન પર પાણી ફરતુ જોવા મળી રહ્યુ છે.  હવે દબાણ સહન નહી કરુ. સપા અધ્યક્ષે જોકે એ પણ કહ્યુ હતુ કે બરખાસ્ત મંત્રીઓનો મંત્રીમંડળમાં કમબેકનો નિર્ણય તે મુખ્યમંત્રી પર છોડે છે. 
 
સપામાં વિવાદમાં હાલ થમ્યો નથી 
 
મુલાયમ સિંહ યાદવના સંવાદદાતા સંમેલનમાં શિવપાલ સહિત ચારેય બરતરફ મંત્રી પણ હાજર હતા. સંવાદદાતા સંમેલનમાં વિધાન પરિષદ સભ્ય આશુ મલિક પણ હાજર હતા. મલિકનુ કહેવુ છે કે તેમને મુખ્યમંત્રી રહેઠાણમાં સૂબાના વન રાજ્યમંત્રી  તેજ નારાયન ઉર્ફ પવન પાંડેયએ માર માર્યો. તેમણે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. સપા અધ્યક્ષ સંવાદદાતા સંમેલનમાં વિવાદોને ખતમ થવાને લઈને ખૂબ આશ્વસ્ત દેખાય રહ્યુ હતુ.  પણ અખિલેશ યાદવના સમર્થકો દ્વારા પાર્ટી કાર્યાલય પર મુખ્યમંત્રીને ફરીથી સપાના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે કરવામાં આવેલ હંગામા પરથી જ એ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે વિવાદ હાલ થમ્યો નથી. 
 
2 મહિના માટે કેમ મુખ્યમંત્રી બનુ - મુલાયમ 
 
પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના મુખ્યમંત્રી પુત્ર અખિલેશ યાદવ અને અનુજ શિવપાલ સિંહની વચ્ચે પાર્ટી મુખ્યાલયમાં મંચ પર થયેલ ધક્કા મુક્કી પછી ઉકેલ સફાઈ અને માન મનોવલનો પ્રયત્ન પણ વધુ કારગર ન રહ્યો. યાદવે પોતાના સંઘર્ષો અને જનતા સાથે જોડાવની વાત કરી પણ 2 દિવસ પહેલા મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાંથી બરતરફ કરવામાં આવેલ પોતાના ભાઈને  ફરીથી મંત્રી બનાવવા મુદ્દા પર નિવેદન આપવાનુ ટાળ્યુ.  જો કે તેમણે દાવો કર્યો હતો કે પરિવાર અને પાર્ટી એક છે. હમ સબ એક હૈ. પાર્ટીના પ્રદેશ શિવપાલ સિંહ યાદવ દ્વારા વારેઘડીએ કરવામાં આવી રહેલ નેતૃત્વ સાચવવાની માંગ વિશે તેમણે કહ્યુ કે  2 મહિના માટે શુ મુખ્યમંત્રી બનવાનુ. અખિલેશ યાદવ મુખ્યમંત્રી છે તો એને લઈને કોઈને વાંધો છે ? 
 
સીએમની પસંદગી વિધાનમંડળ દળ કરે છે - મુલાયમ 
 
સપા મુખિયાએ કહ્યુ કે 2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી તેમના નામ પર લડવામાં આવી હતી. પાર્ટીને બહુમત મળ્યો હતો અને મુખ્યમંત્રી અખિલેશને બનાવી દેવામાં આવ્યા. જવાબદારી કેવી રીતે નિભાવવી એ જાણે. સંવાદદાતાઓ દ્વારા વારે ઘડીએ એ પૂછતા કે શુ 2017માં થનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચેહરો હશે. સપા મુખિયાએ કહ્યુ કે આ સવાલ બહુમત બન્યા પછી પૂછજો કે કોણ મુખ્યમંત્રી બનશે. તેમણે કહ્યુ કે અમારી લોકતાંત્રિક પાર્ટી છે.  મુખ્યમંત્રીની ચૂંટણી વિધાનમંડળ દળ કરે છે.   બધી પાર્ટીઓમાં આ પ્રકારનો નિર્ણય લેવાની પરંપરા છે. દિલ્હીમાં પણ આવુ જ થાય છે. ત્યા પણ સાંસદ નેતા પસંદ કરે છે.