શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :લખનૌ. , સોમવાર, 24 ઑક્ટોબર 2016 (14:48 IST)

UP ઈલેક્શન પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, રીતા બહુગુણા BJP માં જોડાયા

યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસની દિગ્ગજ નેતા રીતા બહુગુણા જોશીએ ગુરૂવારે દિલ્હીમાં બીજેપીમાં જોડાય ગયા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રીતાને બીજેપીની સદસ્યતા અપાવી. આ અગાઉ ઘણા દિવસોથી તેમના બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. 
 
કોંગ્રેસને મોટો ઝટકો 
 
પ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પ્રદેશમાં બ્રાહ્મણ વોટ બેંકને ફોકસ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ જ રણનીતિના હેઠળ કોંગ્રેસે દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને યૂપીમાં સીએમ ચેહરો બનાવ્યો. રીતા બહુગુણા જોશી બ્રાહ્મણ સમુદાયમાંથી છે અને પાર્ટીના બ્રાહ્મણ ચેહરામાં સૌથી આગળ છે. આવામાં તેમના બીજેપીમાં સામેલ થવાની આશંકાને કોંગ્રેસ માટે ઝટકા રૂપે જોવામાં આવી રહી છે. 
 
કોંગ્રેસ છોડવાનુ આ કારણ હોઈ શકે 
 
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર છે અને પ્રદેશમાં ચૂંટણીની કમાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સાચવી રાખી છે. આવામાં રીતા બહુગુણા જોશીની પ્રદેશમાં શુ ભૂમિકા છે ? કદાચ આ જ સવાલ રીતા બહુગુણા જોશી દ્વારા કોંગ્રેસ છોડવાનુ કારણ હોઈ શકે છે.