શનિવાર, 3 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શનિવાર, 9 જુલાઈ 2016 (12:15 IST)

કેજરીવાલની ગુજરાત મુલાકાત - કેજરીવાલે પરિવાર સહિત સોમનાથના મંદિરમાં, આનંદીબેન પર સાધ્યુ નિશાન

ગુજરાત પહોંચતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કેજરીવાલનું મોટા પાયા પર સ્વાગત કર્યુ. કેજરીવાલ સાથે પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પણ હતા. અરવિંદ કેજરીવાલે સોમનાથ મંદિર પહોંહતા પહેલા જ મંદિર ટ્રસ્ટે મીડિયાને મંદિરમાં આવવાથી રોકી દીધા છે. 
કેજરીવાલના પરિવારે કહ્યુ - આ રાજનીતિક મુલાકાત નથી 
 
કેજરીવાલના પિતાનુ કહેવુ છે કે જ્યારે તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે સોમનાથ દર્શન માટે આવ્યા હતા. જોકે ગુજરાતમાં કેજરીવાલના પ્રવાસને લઈને થઈ રહેલ રાજનીતિ પર તેમનુ કહેવુ છે કે કોઈ અહી આવવા માંગતુ હોય તો તેને આવવા દેવુ જોઈએ. બીજી બાજુ અરવિંદની પત્નીએ કહ્યુ કે તેઓ જ્યોતિર્લિંગના દર્શન માટે આવ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે કેજરીવાલના ગુજરાત પહોંચતા તેને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યુ છે.  ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે બીજેપી કમજોર પડી છે. એવુ કહેવાય રહ્યુ છે કે તેનો રાજનીતિક ફાયદો કેજરીવાલ પોતાના આ એક દિવસના પ્રવાસથી ઉઠાવવાનો પ્રયત્ન કરશે. 
 
કેજરીવાલે આનંદીબન પર સાધ્યુ નિશાન 
 
આ અવસર પર કેજરીવાલ બોલ્યા કે સોમનાથ દર્શન માટે આવ્યો છુ. પહેલા સુરતમાં વેપારીઓને મળવાનુ હતુ પણ ખબર નહી કેમ આનંદીબેન સરકારે દબાણ બનાવીને મારી મીટિંગ કેન્સલ કરાવી દીધી. હવે સોમનાથ દર્શન કરીશ અને આવતીકાલે સવારે દિલ્હી પરત ફરીશ.