શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 2 નવેમ્બર 2016 (11:35 IST)

દિલ્હી: OROPને લઈને પૂર્વ સૈનિકે જંતર મંતર પર કર્યુ સુસાઈડ, પરિવારને મળશે કેજરીવાલ

રાજધાનીમાં વન રૈક-વન પેંશનની માંગને લઈને એક પૂર્વ સૈનિકે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મૃતક પૂર્વ સૈનિક વન રૈંક-વન પેંશન મુદ્દા પર સરકારના નિર્ણયથી સંતુષ્ટ નહોતા. જેના કારણે મૃતક અને તેમની કેટલાક મિત્રો સોમવારથી જંતર-મંતર પર ધરણા આપી રહ્યા હતા. 
 
મૃતક પૂર્વ સૈનિકનુ નામ રામકિશન ગ્રેવાલ હતુ. રામકિશન હરિયાણાના રહેનારા હતા. પોલીસના મુજબ રામકિશન વન રૈંક-વન પેંશન મુદ્દા પર સરકારના નિર્ણયથી સહમત નહોતા. જેના કારણે તે પોતાના કેટલાક મિત્રો સાથે સોમવારથી જંતર મંતર પર ધરણા પર બેસ્યા હતા. 
 
પરિવારના કહેવા મુજબ મંગળવારે બપોરે રામકિશન પોતાના મિત્રો સાથે પોતાની માંગને લઈને રક્ષામંત્રી મનોહર પર્રિકરને મલવા જઈ રહ્યા હતા. પણ રસ્તામાં જ રામકિશને ઝેર ખાઈ લીધુ. ઉતાવળમાં રામકિશનને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં  આવ્યા. જ્યા સારવાર દરમિયાન તેમનુ મોત થઈ ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે રામકિશને આત્મહત્યા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. રામકિશન ગ્રેવાલે નોટમાં લખ્યુ હતુ કે હુ મારા દેશ, માતૃભૂમિ અને જવાનો માટે મારા પ્રાણ ન્યોછાવર કરી રહ્યો છુ.  રામકિશનના પુત્રએ જણાવ્યુ કે તેના પિતાએ જાતે જ આ વાતની સૂચના તેને ફોન પર આપી હતી.   બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મૃતક સૈનિકના પરિવારને મળશે.