ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 14 નવેમ્બર 2016 (16:24 IST)

માલિકના ઘરે 4 કરોડ પહોંચાડતા બે વ્યક્તિની ધરપકડ કરાઈ

કાળા નાણાને લઈને જિલ્લા પોલીસને બે મહત્વની સફળતા હાંસલ થઈ હતી. શંકાના આધારે એક કારમાંથી 50 લાખ અને એક કંપનીના મીની ટ્રકમાંથી અઢી કરોડની રદ્દ કરાયેલી રોકડ રકમ પોલીસે જપ્ત  કરી હતી. ગાડીમાં રખાયેલા નાણાં માલિકના ઘરે પહોંચાડવાના હતા.  પોલીસે મીની ટ્રકમાંથી 2 વ્યક્તિ અને કારમાંથી 2 વ્યક્તિ મળી કુલ ચાર જણની અટકાયત કરી હતી.પીએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા સહિતની વિરપુર પોલીસની ટીમે પીઠડીયા પાસેથી જીજે3 એક્સ 8487 નંબરની મીની ટ્રકને અટકાવીને તલાસી લીધી હતી. જેમાં 25 લાખના 10 થેલા મળીને કુલ અઢી સાથે બે વ્યક્તિની અટકાયત કરી હતી. મીની ટ્રકમાંથી પકડાયેલી રદ્દ કરાયેલી અઢી કરોડની નોટો રાજકોટની જાણીતી પંપ મેકર કંપની ફાલ્કનનું હોવાનું પોલીસે જણાવ્યું હતું.  રકમ પકડાયા બાદ પોલીસ પર ભલામણોનો મારો થયો હતો પરંતુ પોલીસે મચક આપી ન હતી. પોલીસ બે જણની અટકાયત કરી મોટી માત્રામાં નાણું મળી આવતાં ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હતી.ડીવાયએસપી એસ.જી.પાટીલના જણાવ્યા મુજબ ફાલ્કન કંપનીના વાહનમાં બોક્સ નીચે રોકડ રકમના થેલા સંતાડવામાં આવ્યા હતાં. આ રકમ રાજકોટથી ફાલ્કન કંપનીના માલિક ધીરૂભાઈ સુવાગિયાના મેંદરડા સ્થિત ઘરે લઈ જવાતી હતી. બાતમીના આધારે છાપો મારીને આ રકમ પકડી પાડવામાં આવી હતી.જેતપુર તાલુકા પોલીસ કાફલાએ વાહન ચેકિંગ દરમિયાન રાજકોટથી કાર લઇને જૂનાગઢ તરફ જતા બે શખ્સની કારને આંતરવામાં આવી હતી અને શંકાના આધારે કારની તલાશી લેતાં કારમાંથી સરકારે રદ કરેલી જૂની નોટોનો 50 લાખનો બિનહિસાબી જથ્થો ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.