1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 5 ઑક્ટોબર 2015 (14:45 IST)

બીફ વેચનારી હોટલોને પણ બાબરી મસ્જિદની જેમ તોડી નાખો - આઝમ ખાન

ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી અને સમાજવાદી પાર્ટી નેત આઝમ ખાને દાદરીકાંડને લઈને ભારતીય જનતા પાર્ટી અને ધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો છે. આઝમે કહ્યુ કે બીજેપી બિહાર ચૂંટણીને ધ્યાન રાખીને આ પ્રકારની સ્થિતિ ઉભી કરી રહી છે. આઝમે સવાલ ઉઠાવ્યો કે બીફ વેચવાનુ લાઈસેંસ આપી કોણ રહ્યુ છે. 
 
દાદરીકાંડ પર આઝમ ખાને કહ્યુ કે બાબરી મસ્જિદ કાંડ પછી જે થયુ તે સૌને ખબર છે. બીજેપીને તેનો ફાયદો થયો.  6 ડિસેમ્બરની ઘટના પછી મુજફ્ફરનગરથી તેમને ફાયદો મળ્યો અને તેથી બિહાર ચૂંટણી પહેલા આ આગને લગાવવાની તૈયારી છે. દિલ્હીથી નિકટ હોવાથી દાદરીમાં ઘટના થઈ. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ થઈ રહી છે. આઝમ ખાન ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને દાદરી કાંડને લઈને પ્રધાનમંત્રી મોદી પર તીખો હુમલો કર્યો છે. 
 
આઝમે કહ્યુ કે મોદીજી ગુલાબી ક્રાંતિનો નારો આપીને ખામોશ છે. અમે કહી રહ્યા છે કે તમે તમારા કાર્યકર્તાઓને રોકો. આ મુદ્દાને અમે યૂએનઓ સુધી લઈ જવા માંગીએ છીએ. ફ્કત દાદરી જ નહી બધા મામલાને લઈને જઈશુ. 
 
આઝમે કહ્યુ કે કાટજૂએ એક વાર નહી અનેકવાર કહ્યુ છે કે મેં ગૌમાંસ ખાધુ છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થઈ ?  5 સ્ટાર હોટલોમાં ગોમાંસ વેચાય છે તો લાઈસેંસ કોણ આપી રહ્યુ છે. સરકાર જ તો આપી રહી છે. જો ખાનારાનો કસુર છે તો જ્યા પીરસવામાં આવે છે તેનુ લાઈસેંસ કોણ આપી રહ્યુ છે.  સરકાર જ આપી રહી છે. જો ખાનારો દોષી છે તો તેને પીરસનારો પણ એટલો જ દોષી છે.  આઝમે કહ્યુ કે ગૌભક્તોએ હવે બીફ પીરસનારી હોટલોને બાબરી મસ્જિદની જેમ તોડી નાખવી જોઈએ. 
 
તેમણે કહ્યુ કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. રાજનાથ પર હુમલો બોલતા આઝમે કહ્યુ કે તે હિંદુઓના ગૃહ મંત્રી નથી. તે દેશના છે. આ પ્રકારના નિવેદન ન આપે. આઝમે કહ્યુ કે અમે દાદરી નથી ગયા કારણ કે અમે જાણીએ છીએ કે અમારા જવાથી સંગીત સોમ જેવા લોકોને તક મળશે અને નિર્દોષ લોકોને તેનુ પરિણામ ભોગવવુ પડશે.