રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2016 (15:08 IST)

#yadavparivar તલવાર આપીને કહો છો ચલાવશો નહી - અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રજત જયંતી સમારંભમાં ભત્રીજા અખિલેશ યાદવ અને શિવપાલ સિંહ યાદવે એકબીજા પર જોરદાર નિશાન સાધ્યુ. પણ બંનેના અંદાજ જુદા રહ્યા.  એકબાજુ અખિલેશના અવાજમાં નરમાશ હતી અને તેમણે અપ્રત્યક્ષ રૂપે શિવપાલ પર નિશાન સાધ્યુ તો બીજી બાજુ શિવપાલે કોઈપણ પ્રકારના આવરણ વગર સીધુ આ કામ કર્યુ. 
 
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે લોકોને સંબોધિત કરતા કહ્યુ, "લોહિયા કહેતા હતા કે મારુ લોકો ત્યારે સાંભળશે જ્યારે હુ મરી જઈ. એ જ રીતે હુ કહુ છુ કે મારુ લોકો ત્યારે સાંભળશે જ્યારે સમાજવાદી પાર્ટીમાં કંઈક ખરાબ થઈ જશે. તમે મને તલવાર આપી છે અને કહો છો કે તેનો ઉપયોગ ન કરશો. આવુ કેવી રીતે  બને ? અમારી કોઈ પરીક્ષા લેવા માંગે છે તો અમે પરીક્ષા આપવા તૈયાર છીએ.  અમારુ લક્ષ્ય છે કે બીજેપી હારે, બીએસપી હારે, સમાજવાદી પાર્ટી જીતે." 
 
આ અગાઉ રજત જયંતી સમારંભમાં મુલાયમ સિંહ હાદવના નાના પુત્ર અને પાર્ટીના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે મંચ પરથી મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર જોરાદાર નિશાન સાધ્યુ હતુ. 
તેમણે કહ્યુ હતુ, "હુ અખિલેશ યાદવને કહેવા માંગુ છુ કે જેટલો ત્યાગ માંગવામાં આવશે તેટલો કરીશુ. અહી સુધી કે લોહી માંગશો તો  એ પણ આપી દઈશુ. કેટલી વાર પણ કાઢી મુકો, કેટલુ પણ અપમાન કરી લો ઉફ પણ નહી કરીએ." 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અખિલેશે શિવપાલને પોતાના મંત્રીમંડળમાંથી બહાર કર્યા હતા.  તેમણે અખિલેશ પર મહેણું મારતા કહ્યુ, "મે કહ્યુ હતુ કે કેટલાક લોકોને નસીબ અને વિરાસતમાં વસ્તુઓ મળી જાય છે, પણ કેટલાક લોકોને જીવનભર મહેનત કરીને પણ કશુ મળતુ નથી.  જ્યારે હુ આવુ કહ્યુ હતુ તો મુખ્યમંત્રીને ખોટુ લાગ્યુ હતુ." 
 
શિવપાલ સમારંભને સંબોધિત કરતા અનેકવાર ભાવુક પણ થયા. તેમણે કહ્યુ, "મે સંકટની ઘડીમાં ખતરો ઉઠાવી લીધો છે. મે ખૂબ જોખમ ઉઠાવ્યુ છે. હુ મુખ્યમંત્રીનુ સ્વાગત કરુ છુ.  પણ નેતાજીનુ અપમાન સહન નહી કરુ.  જેમણે આ સરકારની થોડીક ચાપલૂસી કરી તેમને સરકારમાં લહેર કરી. બીજી બાજુ જેમણે ખૂબ  કામ કર્યુ તેમને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો.' 
 
શનિવારે થઈ રહેલ આ સમારંભમાં અમર સિંહ અને આઝમ ખાન જેવા મોટા નેતા આવ્યા નહોતા. 
આ સમારંભમાં રાષ્ટ્રીય લોક દળના અજિત સિંહ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલૂ યાદવ પણ હાજર રહ્યા.  આ દરમિયાન મંચ પર શિવપાલ સિંહને એકવાર ગુસ્સો પણ આવી ગયો અને તેમણે ભાષણ આપી રહેલ સપા નેતા જાવેદ આબ્દીનો રોલ આપ્યો અને તેમને ધક્કો આપીને માઈક સામેથી હટાવી દીધા. 
 
તેમણે કહ્યુ, "અમે અપ્ણ આ સંઘર્ષમાં સાથ આપ્યો છે. મહેનત કરી છે. ખતરો ઉઠાવ્યો છે અને અહી હાજર અનેક લોકો એવા છે. જેમણે ખતરો ઉઠાવ્યો છે." 
 
શિવપાલે આ દરમિયાન અન્ય લોકો પર પણ હુમલો બોલ્યો. તેમણે કહ્યુ, "અમે જાણીએ છીએ કે અમારી વચ્ચે કેટલાક વચેટિયા છે જે સંબંધો બગાડી રહ્યા છે. આપણે તેમનાથી સાવધ રહેવુ જોઈએ."


(ફોટા સાભાર - બીબીસી)