શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (11:06 IST)

Top 10 Gujarati News - ગુજરાતી ટોપ 10 સમાચાર

સાયપ્રસ મિસ્ત્રી ટાટા ગ્રુપના ચેરમેન પદેથી હટાવવાના નિર્ણયને કોર્ટમાં પડકારશે 
 
ટાટા ગ્રુપના ચેરમેન પદેથી પોતાને હટાવવાના ટાટા સન્સના નિર્ણયને સાયપ્રસ મિસ્ત્રી મુંબઈ હાઇકોર્ટમાં પડકારશે શાપુર્જી અને પાલનજી મિસ્ત્રીને હાંકી કાઠવાનો કેસ લડશે ટાટા ગ્રુપે આજે કંપનીના ચેરમેન પદેથી સાયપ્રસ મિસ્ત્રીને અચાનક હટાવીને પૂર્વ ચેરમેન રતન ટાટાને વચગાળાના કંપનીના વડા તરીકે નિયુક્ત કર્યા હતા
 
પાકિસ્તાનમાં પોલીસ એકેડમી પર આતંકી હુમલો, 57ની મોત, 116 ઘાયલ 
 
ક્વેટા. પાકિસ્તાનના બલૂચિસ્તાન ક્ષેત્રના ક્વેટા શહેરમાં પોલીસ અભ્યાસ અકેડમી પર થયેલ આતંકી હુમલામાં 57 લોકોના મોત થઈ ગયા અને લગભગ 116 ઘાયલ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે હુમલો સોમવારે રાત્રે લગભગ 9 વાગીને 30 મિનિટ પર થયો. તેમણે કહ્યુ કે હુમલા દરમિયાન લગભગ 500 કેડેટ એકેડમીમાં હાજર હતા. જેમાંથી 200 કૈડેંટોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
 
મોદીની હાજરીમાં જ બેટી બચાવોના ભાષણ આપનાર દીકરીએ કર્યો આપધાત 
 
મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામ ખાતે એક વગદાર શખ્સના ત્રાસથી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ બેટી બચાવોનું વક્તવ્ય આપનાર જાપતિ દિનેશભાઈ કંસારાની પુત્રી રાધિકાએ  કંટાળીને થોડા દિવસો પહેલા આપઘાત કરી લીધો હતો. દીકરીએ આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ સાથે પ્રજાપતિ સમાજે જૂનાગઢમાં રેલી યોજીને આવેદન પત્ર પાઠવી આ દીકરીને ન્યાય અપાવવાની માગણી કરી હતી.
 
મુલાયમ બોલ્યા - મોદીએ PM બન્યા પછી પણ માતાને છોડી નથી 
 
લખનૌ. સત્તાને લઈને ચાલી રહેલ ખેંચતાણને લઈને સમાજવાદી પાર્ટી તિતર વિતર થઈ રહી છે. દુખી થયેલ મુલાયમ સિંહે કહ્યુ કે તમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી પણ કશુ શીખવાની જરૂર છે. 
 
હવે ચીની વસ્તુઓ મેડ ઈન ઈંડિયાના નામે મળશે 
 
આયાત થતા સસ્તી ચીજવસ્તુઓના બહિષ્કારની બબાલ વચ્ચે ગુજરાતમાં ચાઈના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ- એ સાણંદમાં સચાણા- ને અડીને 988 એકર જમીન ખરીદવાનું શરૂ કર્યું છે ! એપ્રિલ- 2019  સુધીમાં તો આ સ્થળે આખુ ‘ચાઈના ટાઉન’ ઊભું થઈ જશે. એટલું જ નહીં, પહેલા તબક્કે જ એપરલ એન્ડ ટેક્સ્ટાઈલ્સ, વૂડન પ્રોડક્ટ એન્ડ ર્ફિનચર, મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યૂટર, ફૂડ એન્ડ બેવરેજિસ જેવા ચાર સેક્ટરમાં ‘મેડ ઈન ગુજરાત’ સાથે સચાણામાંથી ઉત્પાદિત પ્રોડક્ટને ભારતના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
 
હૈદરાબાદમાં ગર્ભવતી કૂતરી સાથે સેક્સ કરતા ઝડપાયો યુવાન, કૂતરીનુ મોત 
 
દક્ષિણ હૈદરાબાદમાં 22 વર્ષના એક યુવકની જે કૃત્ય બદલ ધરપકડ થઈ છે તે સાંભળીને અરેરાટી ઉપજી જાય. એક ગર્ભવતી કૂતરી સાથે અપ્રાકૃતિક સેક્સનો તેના ઉપર આરોપ છે. કૂતરી ત્યારબાદ મૃત અવસ્થામાં મળી આવી હતી. આ ઘટના હૈદરાબાદના શાસ્ત્રીપુરમની છે.