ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:52 IST)

#Webviral સોફિયા હયાતનો દાવો, આપ્યો ભગવાન શિવને જન્મ, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કરી નિંદા

મૉડલથી નન બનેલી સોફિયા હયાત પહેલાની તુલનામાં અનેક ઘણી વધુ ચર્ચાઓને જન્મ આપી રહી છે.  તેમના ચોંકાવનારા દાવાની શ્રેણીમાં નવો દાવો એવો છે કે ખુદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે તેની સાર્વજનિક નિંદા કરી. આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
વિવાદને ખુલ્લુ આમંત્રણ આપનારી સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર કહ્યુ કે તેમને લાગ્યુ જેવુ કે તેમણે ભગવાન શિવને જન્મ આપ્યો. જેના પર ઘર્મ ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કહ્યુ કે સોફિયા હયાતનો દાવો જેમા તેણે ખુદને બદલાયેલ વ્યક્તિ બતાવી છે તે એક દગો છે.  તેમના આ પ્રકારના દાવા પાછળ લાલચ છે. 
 
શંકરાચાર્યએ કહ્યુ કે કોઈપણ ભગવાન શિવને જન્મ નથી આપી શકતુ.  હયાતના દાવા એકદમ બકવાસ છે અને તેને ગંભીરતાથી ન લેવા જોઈએ.