1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

આજે કર્ણાટકમાં યેદૂરપ્પા બન્યા મુખ્યમંત્રી

PIB

બેંગલૂર. ભારતીય જનતા પાર્ટીના નેતા બી એસ યેદૂરપ્પા આજે બપોરે 1.30 ક્લાકે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લીધા હતા. આ સાથે દક્ષિણ ભારતના કોઈ રાજ્યમાં આજે પહેલી વાર ભાજપા સરકાર બની. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે બપોરે રાજ્યના સચિવાલયમાં આયોજીત શપત ગ્રહણ સમારોહમાં યેદૂરપ્પા સાથે 30 ધારાસભ્યો પણ શપથ લીધા હતા.

આ સમારોહમાં વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથ સિંહ પણ શામેલ થયા હતા. શિમોગા જિલ્લાના શિકારાપુર ક્ષેત્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બંગારપ્પાને પરાજીત કર્યા બાદ યેદિયુરપ્પા આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રીના શપથ લીધા હતા.
N.D

અંત્રે ઉલ્લેખનીય છે કે, ગતવર્ષના નવેમ્બર માસમાં ભાજપાએ ગઠબંધન સરકાર રચી હતી. પરંતુ દેવગૌડાના નેતૃત્વ વાળા સમૂહે સમર્થન પાછુ ખેંચી લેતાં તેમને રાજીનામુ આપવુ પડ્યુ હતુ.

આ પહેલાં શપથ વિધિ સમારોહ ગુરૂવારે યોજાવાનો હતો પરંતુ કેન્દ્ર સરકારે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં વિલંબ કરવાના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 110 બેઠકો પર વિજય થયો હતો. આ દક્ષિણ ભારતમાં કેસરિયા પક્ષની પહેલી સરકાર છે.