શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2008 (16:03 IST)

ધોનીને પિસ્તોલ માટે લાયસંસની પરવાનગી

ઝારખંડની રાજાધાની રાંચીના જિલ્લા નાયબ કલેક્ટરે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને 9 એમએમ પિસ્તોલ માટે લાઈસેંસ મંજુર કરવા માટે કહ્યુ હતું કે તેમના જેવી હસ્તી માટે પોલીસ તપાસ જરૂરી નથી.

આ પહેલા રાંચી પ્રસાશને કહ્યુ હતુ કે ધોનીએ પિસ્તોલ મેળવવા માટે પોલીસ અધિકારી પાસેથી ચરિત્ર્ય પ્રમાણપત્ર સાથે જરૂરી કાગળ જમા કરાવવા પડશે. જેના વિરોધમાં ધોનીના ચાહકોએ પ્રસાશન સામે નારેબાજી કરી તેમના પુતળાદહન પણ કર્યુ હતુ.

જેનાથી રાજ્ય સરકારને એ વાતનો અહેસાસ થયો કે આવી આંતરાષ્ટ્રીય સ્તરની કેલાડી પાસે ચરિત્ર પ્રમાણપત્ર માંગવુ યોગ્ય નથી. જેથી રાજ્યસરકારે ધોનીને પિસ્તોલ માટેના લાયસંસની મંજુરી આપી દેવાનો નિર્ણય કર્યો છે.