1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ સેમીફાઈનલ નિશાન પર હતી - જિંદાલ

P.R
મુંબઇ હુમલામાં સામેલ લશ્કર-એ તૈયબાના આતંકી અબુ જિંદાલે તપાસ એજન્સીઓની પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જિંદાલે જણાવ્યું છે કે ક્રિકેટ વિશ્વકપ દરમિયાન મોહાલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સેમીફાઇનલ રમાઇ હતી તે લશ્કર-એ-તૈયબાના નિશાના પર હતી અને તેના પર આતંકી હુમલો કરવાની યોજના હતી.

જિંદાલના જણાવ્યા મુજબ, લશ્કર-એ-તૈયબાએ આ મેચ દરમિયાન આતંકી હુમલાની યોજના બનાવી હતી. આ મેચને ભારતીય વડાપ્રધાન મનમોહન અને પાકિસ્તાનના વડાપ્રધાન ગિલાની એકસાથે બેસીને જોવાના હતા. જિંદાલે કહ્યું કે, મેચના સ્થળે વિસ્ફોટ કરવા માટે તે કેમિકલ વિસ્ફોટક જમા કરી રહ્યો હતો પણ અંત સમયે આઇએસઆઇના એક ઉચ્ચ અધિકારીએ તેને આ યોજના રોકવા માટે કહ્યું હતું. આ અધિકારીએ કહ્યુંકે મેચ પર કરાનારો આ હુમલો અને એમાંય બંને વડાપ્રધાનની હાજરીમાં થશે તો તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

જિંદાલે કહ્યું કે તે સાઉદી અરબમાંથી આ યોજના પર પ્લાન બનાવી રહ્યો હતો. તેને કહેવાયું હતું કે આ હુમલામાં સામેલ તમામ આતંકી ભારતીય હોવા જોઇએ કેમ કે પાકિસ્તાન હવે કસાબની જેમ વધુ બદનામી સહન કરી શકે તેમ નથી.