ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: પટના , ગુરુવાર, 4 ઑક્ટોબર 2007 (11:09 IST)

ભૂતપૂર્વ સંસદ સહિત ત્રણને ફાંસી

પટના (વેબદુનિયા) 13 વર્ષ પહેલા ગોપાલગંજનાં કલેક્ટર જી. કૃષ્‍ણૈયાની હત્યાનાં મામલામાં ભૂતપૂર્વ સંસદ સહિત ત્રણને ફાંસીની સજા પટનાની અદાલતે સંભળાવી છે.

બિહારનાં ગોપાલગંજનાં તત્કાલીન કલેક્ટર કૃષ્‍ણૈયાને ઢોરમાર મારીને હત્યા કરતાં ભૂતપૂર્વ સાંસદ આનંદ મોહન, ભૂતપૂર્વ ધારાસભ્યો અખલાક અહમદ અને અરૂણકુમારને અહીંની અદાલતે બુધવારે ફાંસી ફટકારી છે તથા ચાર આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી હતી. જેમાં આનંદ મોહનની પત્ની લવલી આનંદ, વર્તમાન ધારાસભ્ય વિજય કુમાર શુક્લા ઉર્ફે મુન્ના શુક્લા, શશિ શેખર અને હરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.

1994 નાં ડિસેમ્બર મહિનામાં કૃષ્‍ણૈયાને બિહાર પીપલ્સ પાર્ટીનાં સમર્થકો દ્વારા ઘેરીને ઢોરમાર માર્યા બાદ ગોળી મારીને હત્યા કરી હતી.

મુન્ના શુક્લાનાં મોટા ભાઇ છોટન શુક્લાની એક દિવસ પહેલા હત્યા થઇ હતી અને લોકો છોટનનાં મૃતદેહ સાથે પ્રદર્શન કરી રહ્યાં હતાં. તે સમયે રસ્‍તા પર કૃષ્‍ણૈયાની મોટર પસાર થઇ હતી. લોકોએ આરોપ લગાવ્યો કે છોટનની હત્યા સરકારનાં ઇશારે થઇ છે. અને કૃષ્‍ણૈયાને માર મારવા લાગ્યા અધમુઆ કર્યા બાદ તેમને ગોળી મારી હતી.

ન્યાયધીશ રાયે કૃષ્‍ણૈયા હત્યાકાંડ મામલામાં કુલ 36 આરોપીઓમાંથી 29ને શંકાનો લાભ આપીને મુક્ત કર્યા હતાં અને સાત વ્યક્તિઓને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી.