1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

યુવાઓની મુંઝવણ કોણે આપવો વોટ ? મોદીને સૌથી વધુ સર્ચ કરાયા

.
P.R
આગામી વર્ષે મે મહિનામાં થનારા લોકસભા ચુંટણીથી થોડા મહિના પહેલા ગૂગલ ઈંડિયા દ્વારા કરાયેલ એક સર્વે દ્વારા જાહેર થયુ છે કે દેશની 40 ટકાથી વધુ શહેરી યુવા વસ્તી અત્યાર સુધી એ વાતનો નિર્ણય નથી કરી શકી કે તેઓ કયા રાજનીતિક દળને વોટ આપવા માંગે છે. આ સર્વેથી એ પણ સ્પષ્ટ થયુ કે છેલ્લા છ મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર જાહેર થયેલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સૌથી વધુ સર્ચ થયા છે.

આ યાદીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ અને ભ્રષ્ટાચારના વિરુદ્ધ અભિયાન ચલાવીને દિલ્હી વિધાનસભા ચુંટણીથી નવેમ્બરમાં રાજનૈતિક કેરિયર શરૂ કરવા જઈ રહેલ અરવિંદ કેજરીવાલના નામ નરેન્દ્ર મોદી પછી નોંધાયેલ છે. યાદીમાં છઠ્ઠા ક્રમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ છે.

સૌથી વધુ સર્ચ કરાયેલા રાજનીતિક દળોની યાદીમાં પણ મોદીની બીજેપી જ ટોચ પર છે. જ્યારે કે કોંગ્રેસ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટી(બસપા)અને શિવસેના ક્રમશ બીજી,ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.

સર્ચના આંકડા દ્વારા એ પણ જાણવા મળ્યુ છે કે દેશના સૌથી વધુ સર્ચ થયેલ ટોચના 10 નેતાઓમાંથી ચાર કોંગ્રેસના છે અને બીજેપીના બે જ નેતાઓ આ યાદીમાં છે.