શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 4 માર્ચ 2013 (15:35 IST)

વાસ્તનવીએ મારી પલટી, હવે બોલ્યા મોદીના હાથ લોહીથી ખરડાયેલ !!

P.R
નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા પર મુસલમાનોને કોઈ વાંધો નથી આવુ નિવેદન આપ્યા બાદ જ સોમવારે દારુલ ઉલૂમ દેવનંદના પૂર્વ કુલપતિ ગુલામ મુહમ્મદ વસ્તાનવીએ કહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદીના હાથ લોહીથી ખરડાયેલ છે. તેથી તેઓ પ્રધાનમંત્રી બનવા માટે યોગ્ય ઉમેદવાર નથી.

તેઓએ પોતાના નવા નિવેદનમાં કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીના હાથ લોહીથી ખરડાયેલા છે. તેથી તેઓ વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર નથી. અમેરીકામાં મોદીનું એક પ્રવચન રદ થવાના કિસ્સાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે મુસ્લિમો જ નહિં પરંતુ હિંદુઓનો પણ એક હિસ્સો મોદીને સ્વીકારતો નથી. ગુજરાતમાં મોદીને વિકાસ કરવા બદલ મુસલમાનો વોટ આપ્યો એ સાચુ પણ પ્રધાનમંત્રી પદ માટે તેઓ ફિટ નથી.

ઉલ્લેખનીય છે કે દારૂલ ઉલુમ દેવબંધના પૂર્વ વાઈસ ચાન્સેલર ગુલામ મોહમ્મદ વસ્તાનવીએ તાજેતરમાં જ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જો જનતા વડાપ્રધાન તરીકે ચૂંટે તો મુસ્લિમોને કોઈ વાંધો નહીં હોય.

તેઓએ કહ્યું હતું કે જો આપણો દેશ મોદીને વડાપ્રધાન બનાવે તો અમારા તરફથી કોઈ ઈનકાર નહીં હોય. ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિના જવાબમાં વસ્તાનવીએ કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષથી અહીં ભાજપ શાસન કરે છે. જો એ મુસ્લિમોના ઉત્કર્ષ માટે કામ કરે છે તો મુસ્લિમો તેમને સમર્થન આપશે. જો એવું નહીં બને તો તેઓ તેમનાથી દૂર થઈ જશે.