Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 17 માર્ચ 2009 (19:11 IST)
સાધુ યાદવ-રમઇ રામની બગાવત
લોકસભાની ચૂંટણીને લઇને આજે આરજેડી, લોજપ તથા કોંગ્રેસ વચ્ચે બેઠકો મામલે સમજુતી થઇ છે તો બીજી બાજુ આરજેડીમાં વિરોધનો વંટોળનો ઉઠ્યો છે. સાંસદ સાધુ યાદવ તથા રમઇ રામે આ મામલે વિરોધ નોંધાવી બગાવતનું રણશીંગૂ ફુક્યું છે.
આરજેડી, લોજપા તથા કોંગ્રેસ વચ્ચે બેઠકોની સમજુતી સધાઇ છે તો બીજી બાજુ વિરોધનો સુર ઉઠ્યો છે. લાલુના સાળા એવા સાંસદ સાધુ યાદવ તથા આરજેડીમાં મંત્રી રહેલા રમઇ રામે લોકજા સાથેના જોડાણ સામે વિરોધ નોંધાવી પાર્ટી સાથે બગાવત કરી છે. સાધુ યાદવે બેતિયા તથા મોતિહારીથી ચૂંટણી લડવાનું તથા રમઇ રામે સમસ્તીપુરથી ચૂંટણી જંગ ખેલવાનું એલાન કર્યું છે.