શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , બુધવાર, 31 ડિસેમ્બર 2008 (15:37 IST)

હસન અલીને ફેમાની નોટીસ

ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પુણેનાં ઘોડાઓનાં ફાર્મનાં માલિક હસન અલી ખાનને અવૈદ્ય અને ગેરકાયદેસર રીતે 36 હજાર કરોડ રૂપિયા કમાવાનાં આરોપ હેઠળ કારણ બતાઓ નોટીસ ફટકારી છે.

હસન અલીને આ નોટીસ વિદેશી વિનિમય પ્રબંધન અધિનિયમ (ફેમા) હેઠળ ફટકારવામાં આવી છે. હાલમાં હસન અલી નકલી પાસપોર્ટનાં આરોપ હેઠળ કેદમાં છે.

વર્ષ 2007માં આવકવેરા વિભાગે ખાનનાં ઘર પર છાપો માર્યો હતો. ત્યારબાદ ખુલાસો થયો હતો કે તેણે વિદેશની યુબીએસ જ્યુરીચમાં ખાતુ છે. જેમાં તેણે 80 કરોડ ડોલર જમા કરાવ્યા છે. ત્યારબાદ તેને હથિયારોનાં સોદાગર અદનાન કાશોગ્ગી સાથે મિલીભગત પણ પ્રકાશમાં આવી હતી.