Last Modified: મુંબઇ , બુધવાર, 18 માર્ચ 2009 (15:54 IST)
હું માફી નહીં માગું - વરૂણ
પીલીભીત વિસ્તારના ભાજપી ઉમેદવાર વરૂણ ગાંધીએ આજે ફરીવાર પલ્ટી મારી છે અને પોતાનો કક્કો ખરો કહેવાનું ચાલુ રાખ્યું છે અને કહ્યું હતું કે હું માફી નહીં માગું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇ કાલે ચૂંટણી પ્રચાર દરમિયાન ખુલ્લેઆમ ભડકાઉ ભાષણ કરવા બદલ ફરિયાદ થતાં મારો કહેવાનો આવો અર્થ ન હતો એવું વરૂણે ફેરવી તોળ્યું હતુ.
ભડકીલા ભાષણ કરવાના મામલે ચૂંટણી પંચની નોટિસ તથા પોલીસ ફરિયાદ બાદ આજે વરૂણ ગાંધીએ કહ્યું હતું કે, તે ગાંધી, હિન્દુ અને એક ભારતીય છે. વરૂણે આજે કહ્યું કે, જે સીડીમાં ભડકીલા ભાષણ આપતો દેખાડવામાં આવે છે એમાં છેડછાડ કરવામા આવી છે. એમાં ના તો એમનો અવાજ છે કે ન તો શબ્દો.
દિલ્હીમાં પત્રકારોને જણાવતાં વરૂણે કહ્યું હતું કે, મને પોતાના ધર્મ ઉપર ગર્વ છે. જેથી આ મામલે કોઇ માફી નહીં માંગું. તેમણે કહ્યું કે, હું રાજનીતિક ષડયંત્રનો શિકાર બન્યો છે. સીડીમાં મારા શબ્દો નથી અને તે અવાજ પણ મારો નથી. હું દેશવાસીઓને કહેવા માગું છે કે મારો સાથ આપે.