શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (12:51 IST)

અજગરને કૂવામાંથી બચાવવા થયેલું દીલધડક રેસ્ક્યૂ

અજગરને કૂવામાંથી બચાવવા થયેલું દીલધડક રેસ્ક્યૂ ઓપરેશન એક કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. આ કહેવતને એક યુવકે માનવતા અને જીવદયા દાખવીને સાચી ઠેરવી છે. દાહોદ શહેરને અડીને આવેલા રાબડાલ ગામે કૂવામાં અજગર હોવાની જાણ થતાં પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો લલીત મહાવર અને રાકેશ પાંડરિયા ઘટના સ્થળે ધસી ગયા હતાં.કૂવાની બખોલમાં ભરાયેલા અજગરનો જીવ બચાવવા માટે આ બંને યુવાનોએ દિલધડક રેસ્કયૂ કર્યું હતું.દોરડાઓને નજીકમાં આવેલા ઝાડ સાથે બાંધી દીધા હતાં. એક દોરડુ બાંધી કૂવામાં સીડી ઉતારાઇ હતી અને બીજુ દોરડું કમરે બાંધીને લલીત કૂવામાં ઉતર્યો હતો. લલીતને જોઇને અજગર ફૂફાડા મારતો હોવાથી ઉપસ્થિતો કંપી ઉઠ્યા હતાં. ભારે જહેમત બાદ સાત ફૂટ લાંભા અને નવ કિલો વજનના આ મહામહેનતે બહાર લવાયો હતો.વન વિભાગને સોંપી દેતાં તેને જંગલમાં છોડી દેવાયો હતો.