રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 16 જૂન 2016 (15:03 IST)

અમદાવાદમાં નકલી પોલીસની ધરપકડ કરી

અમદાવાદ,
અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં નકલી પોલીસના નામે ચલાવવામાં આવતી લુંટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.  ત્યારે અડાલજ પોલીસે પ્રેમીપંખીડાઓને નકલી પોલીસ તરીકે ઓળખ આપીને તેમની પાસેથી પૈસા પડાવતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લૂંટના મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યા છે.
 
 પોલીસ તપાસમાં સામે આવેલ વિગત મુજબ આ શખ્સો અડાલજ અને તેની આસપાસના વિસ્તારમાં ફરતા પ્રેમીપંખીડાઓને પોલીસ તરીકેની ઓળખ આપીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. અડાલજ પોલીસે આ મામલે ચાર આરોપીઓ મહેન્દ્રસિંહ ઠાકુર, સુશીલ ચૌહાણ, તુષાલ પ્રજાપતિ અને સંજય પરમારની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી ચોરીના મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યા છે.
 
આરોપીઓ જ્યારે  પોતાના મિત્રનું બાઈક લઈને રિંગ રોડની આસપાસના વિસ્તારમાં ઉભા રહેતા હતા ત્યારે કોઈપણ કપલ નિકળે તો તેમને રોકીને તેમની પાસે રહેલ મોબાઈલ અને અન્ય વસ્તુ પડાવી લેતા હતા.  આરોપીઓ આ સમયે બાઈકની નંબર પ્લેટ પર રુમાલ બાંધેલો રાખતા હતા.થોડાક સમય પહેલા સરકારી નોકરી કરતી એક મહિલાને આ જ રીતે આ ટોળકીએ લુંટી હતી.તે દરમિયાન મહિલાએ બાઈકની નંબર પ્લેટ પર રુમાલ જોતા તેને શંકા ગઈ હતી.   તે દરમિયાનઝપાઝપી કરીને તેણે બાઈકનો નંબર જોઈ લીધો હતો. આ બાઈક નંબરના આધારે પોલીસે સમગ્ર ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસની પુછપરછ દરમિયાન આ ટોળકીએ અમદાવાદ શહેરમાં પકવાન, ચાંદખેડા અને રીંગરોડ પર મળીને કુલ ૮ જેટલી ચોરીના ગુના કબુલ્યા છે.