ચૈત્રી નવરાત્રી પર અંબાજીમાં ભક્તોનો મેળો

વેબ દુનિયા|
P.R
આજથી માઁ શક્તિની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. શક્તિની આરાધના કરવાનું પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રીનું પર્વ શક્તિની દેવી માં અંબા પાસેથી કૃપા સહિત શક્તિ મેળવવાનું આ શ્રેષ્ઠ પર્વ યાત્રાધામ અંબાજીમાંચૈત્રી નવરાત્રીના પર્વને લઈને ભક્તિમય વાતાવરણ ઉભુ થવા પામ્યું છે

આ મંડળ દ્વારા 73 વર્ષથી આ પ્રકારે ધૂન કરી માંની આરાધના કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૃ મહત્વ છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ચૈત્ર મહિનાનું સવિશેષ મહત્વ છે. વર્ષોની માન્યતા મુજબ આ મહિનામાં લીમડાના મહોરનું સેવન કરવામાં આવે છે જેથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે તેવી માન્યતા છે. વળી શક્તિ માટે પણ આ પર્વને શ્રેષ્ઠ પર્વ ગણવામાં આવે છે
કહેવાય છે કે ચૈત્ર અખંડ ધૂન મંડળના તમામ સભ્યો 24 કલાક ઉભા પગે ધૂન કરવા છતાં કોઈ થાક લાગતો નથી અને ઊલ્ટું શક્તિનો સંયમ થવાથી ભક્તો ખુશ રહે છે. સન્મુખ ધૂન દ્વારા માને રિઝવવામાં આવે છે અને વિશ્વ કલ્યાણ અર્થેની પ્રાર્થના કરવામાં આવે છે. ચૈત્રી નવ ચૈત્રી નવરાત્રિ દરમિયાન તા. 16મીનાં રોજ છપ્પનભોગનો પ્રસાદ ધરાવવામાં આવશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન યાત્રિકોનો પ્રવાહ વધુ આવે છે. આથી દેવસ્થાન ટ્રસ્ટે યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનના સમયમાં અનેક આરતીમાં ફેરફાર કર્યો છે. ચૈત્રી નવરાત્રિના મહાપર્વને લઈને અંબાજીમાં ભક્તિમય માહોલ ઉભો થવા પામ્યો છે.


આ પણ વાંચો :