નરેન્દ્ર મોદીની મુખ્યપ્રધાન તરીકે તાજપોશી

વેબ દુનિયા| Last Modified બુધવાર, 26 ડિસેમ્બર 2012 (08:51 IST)

P.R
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી તરીક નરેન્દ્ર મોદીની આજે તાજપોશીને લઈને તમામ તૈયરીઓ થઈ ગઈ છે. શપથવિધિને ઐતિહાસિક અને સફળ બનાવવા તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી ચૂક્યા છે. ઘણા રાજ્યના મુખ્યમંત્રી શપથવિધિમાં રહેનાર છે. જેથી આ કાર્યક્રમને ફળદાયી બનાવવા માટે તંત્ર છેલ્લા ઘણા દિવસથી વ્યસ્ત છે. મળેલી માહિતી મુજબ એનડીએ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી શપથવિધિમાં હાજરી આપનાર છે.

26 ડિસેમ્બરના રોજ સવારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે 11 વાગ્યે શપથવિધિની શરૂઆત થશે. જે રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેવા માટે ખાતરી આપી ચૂક્યા છે. તેમા છત્તીસગઢનામુખ્યમંત્રી રમણસિંહ, ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડા પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદર, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારેકર, મધ્યપ્રદેશના મિખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ સેટ્ટર, તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા હાજરી આપનાર છે. આ ઉપરાંત પણ હાજરી આપવા માટે તૈયારી દર્શાવી ચૂક્યા છે. જેમા લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી,મુરલી મનોહર જોશી, વસુંદરારાજે સિંધિયા, રાજનાથ સિંઘ, નવજોત સિદ્ધુ, હેમા માલિનીનો સમાવેશ થાય છે. બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન, અજય દેવગન અને વિવેક ઓબેરોયને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. મોદી સાથે હંમેશા ખેંચતાણ ધરાવતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહી. ઓરિસ્સાના બિજુ પટનાયકને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. 15 મિનિટથી વધુના કાર્યક્રમના સાક્ષી બનવા માટે લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. શપથગ્રહણ સમારોહને લઈને અંતિમ તૈયારીઓ કરી લેવામાં આવે છે. સ્ટેડિયમ તરફ દોરી જતા તમામ રસ્તાઓને વધુ વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવી દેવામાં આવ્યા છે. રસ્તાઓ પર કલર કામ પણ કરવામાં આવ્યુ છે. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ શાનદર હેટ્રીક નોંઘાવી છે. આજે ફક્ત મોદી એકલા જ મુખ્યમંત્રીના હોદ્દા નએ ગુપ્તતાના શપથ લેશે. 2007ની જેમ જ મંત્રીમંડળની રચના મોડેથી કરવામાં આવશે.


આ પણ વાંચો :