સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (12:43 IST)

નાનકડા ગામમાં 400 કરોડની ડિપોઝિટ પણ કોઈ લાઈન નહીં

નરેન્દ્ર મોદીએ રાતોરાત જેમ 500 અને 1000ની નોટોને ભૂતકાળ બનાવી દીધી એમ જ આ ગામના મોટાભાગના લોકો પણ રાતોરાત માટે પણ સામાન્ય ખેડૂત શબ્દ ભૂતકાળ બની ગયો હતો. એક જ ઝાટકે ગામના 700થી વધુ લોકો રાતોરાત કરોડપતિ બની ગયા હતા. આજે એ ગામ ડિમોનિટાઇઝેશનન બાદ દેશને પ્રેરણા આપે એ રીતે વર્તી રહ્યું છે. ગામમાં આટલી મોટી સંખ્યામાં કરોડપતિઓ હોવા છતાં બેંકની બહાર કોઇ લાંબી લાઇન દેખાતી નથી. ગામલોકો અને બેંકના યોગ્ય સંકલનને કારણે બધાની રોકડ પણ બેંકમાં જમા થઇ રહી છે અને બધાને જરૂરી નવી રોકડ મળી પણ રહી છે. ટોકન સિસ્ટમ અને ગામના ૬ જેટલા સ્વયંસેવકોની બેંકમાં હાજરીથી કામ આસાન બની ગયું છે. હાલ ગામની બેંકમં ૪૦૦ કરોડ જેટલી ડિપૉઝિટ જમા છે જે અગાઉ 800 કરોડ જેટલી હતી. લોકોએ અન્ય જગ્યાઓએ રોકાણ કરતાં ડિપૉઝિટ ઓછી થઇ છે.