રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 16 જૂન 2016 (14:55 IST)

પોલીસમાં 45 ટકાથી વઘારે જગ્યા ખાલી

અમદાવાદ,
રાજ્યના પોલીસદળમાં ૪૫ ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવા મુદ્દે  ગુજરાત હાઈકોર્ટમાં
જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ
ફટકારીને ખુલાસો માંગ્યો છે. તેમજ અરજીની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવાનો નિર્ણય
કર્યો છે. 
 
આ અરજીમાં જણાવાયુ છે કે, રાજ્યમાં હથિયારધારી અને બિનહથિયારધારી પોલીસ દળમાં કુલ ૪૩
હજાર જગ્યા ખાલી છે.  બોમ્બે પોલીસ એક્ટ હેઠળ આવતી  રાજ્ય પોલીસદળની કામગીરી
વાસ્તવમાં સરકાર દ્વારા ભરતી કરાયેલ જવાનોથી ચાલતી હોય છે.  પરંતુ સરકાર વિવિધ
ટ્રસ્ટ, એનજીઓ અને ખાનગી એજન્સીઓને  આ કરાર આપીને પોતાનુ કામ ચલાવી રહી છે, જે
ગેરકાયદેસર છે.
ઉપરાંત  પોલીસ તરીકે ભરતી કરાયા બાદ  જવાનોને કાયમી ધોરણે પગાર પણ ચુકવવામાં આવતો
નથી. રાજ્ય સરકાર પોલીસ જવાનોને ભરતી બાદ ૫ વર્ષ સુધી કોન્ટ્રાક્ટના ધોરણે પગાર ચુકવે
છે, જે બંધ કરીને સરકારી ધોરણ મુજબનો પગાર ચુકવવો જોઈએ.  આ ઉપરાંત અરજીમાં રજુઆત
કરવામાં આવી છે કે, રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાલી પડેલી બેઠકો સત્વરે ભરવી
જોઈએ. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં
આવ્યો છે.
 તેમજ આ અરજી પર વધુ સુનાવણી આગામી સપ્તાહે નિર્ધારીત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે
કે,  ગુજરાતમાં લાંબા સમયથી  પોલીસ વિભાગમાં ખાલી પડેલ બેઠકોની જગ્યા ભરવા માટે રજુઆત
થતી આવી છે. જોકે, આજ દિવસ સુધી સરકાર દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વક કોઈ પગલા લેવાયા
નથી, જેના કારણે દરેક પોલીસ સ્ટેશનમાં મોટાપાયે  સ્ટાફની અછત જોવા મળી રહી છે, જેથી
અત્યારે કાર્યરત સ્ટાફ પર પણ કામનુ ભારણ વધ્યુ છે.