શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (14:47 IST)

પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ ક્રિયાના સ્થળે મંદિર બનવાની શરૂઆત થઈ

સાળંગપુરમાં બીએપીએસ સંસ્થાના મુખ્ય મંદિર સામે પ્રમુખ સ્વામી મહારાજની અંતિમક્રિયા ગત બુધવારે કરવામાં આવી હતી તે સ્થળ પર મંદિર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એ સ્‍થળે બાપાનું સ્‍મૃતિમંદિર – સ્‍મારક બનાવવામાં આવશે. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે,  બાપાએ સતત ૯પ વર્ષ સુધી  સમસ્ત વિશ્વ માટે જીવન સમર્પિત કરી અપાર સેવાઓ કરી.   સાળંગપુરમાં બીએપીએસ સંસ્થાના મુખ્ય મંદિર સામે પ્રમુખ સ્વામી મહારાજની અંતિમક્રિયા ગત બુધવારે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સ્થળ પર હાલ મંદિર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંતિમક્રિયાના સ્થળ પર હાલ થાંભલી અને ધૂમટ ઉભો કરી દેવાયો છે. આ સ્થળે અનેક હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ સ્‍થળે ફાઇબર ગ્‍લાસની સુશોભિત કમાનો ગોઠવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સંતોનું માર્ગદર્શન લઈને પ્રમુખસ્‍વામી મહારાજની રુચિ પ્રમાણે આયોજન હાથ ધરવામાં આવશે. પ્રમુખસ્‍વામી મહારાજના જે જગ્‍યાએ અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા એ જગ્‍યાએ લાખો હરિભક્‍તો દર્શન કરવા આવી રહ્યા છે.