બોર્ડની પરીક્ષામાં ડમી કૌભાંડ

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified શનિવાર, 21 માર્ચ 2009 (09:24 IST)

રાજયમાં ચાલી રહેલી ધો.10 બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ગેરરીતીના કિસ્સાઓમાં જૂનાગઢનું નામ મોખરે છે ત્યારે જૂનાગઢમાં અંગ્રેજીના પેપરમાં પકડાયેલા ડમી વિદ્યાર્થીના બનાવને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધો.10ના અંગ્રેજી વિષયના પેપરમાં જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ગડુ કેન્દ્રમાં કુકમવાડાની એચ.બી. અંબાણી સ્કૂલના વિદ્યાર્થી હિરા લક્ષ્મણ સોલંકીના બદલે ગડુની વિરભગતસિંહ માધ્યમિક સ્કૂલનો વિદ્યાર્થી રામજી ભાયા ઘારેચા પરીક્ષા આપતો સ્કવોડના હાથે ઝડપાઇ ગયો હતો.

સ્કવોડના અધિકારીઓએ રામજીની પૂછપરછ કરતા ઉપરોકત વિગત ખુલી હતી. જેના પગલે બોર્ડના અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. અધિકારીઓએ જાણ કરતા સ્થાનિક ડીઇઓ ઊપરાંત ઊચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જાણ થતાં પોલીસ પણ પહાચી ગઇ હતી. જવાબદારી અધિકારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથધરી છે.


આ પણ વાંચો :